Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

2024ના ઇલેક્શનમાં કેમ વધી શકે છે મમતાની મુશ્કેલીઓ, જાણો એક જાણીતા સર્વેમાં શું આવ્યું સામે ?

લોકસભાની ચૂંટણીને આડે માંડ એક વર્ષ બાકી છે. તમામ પક્ષોએ પોતાના રથને ચૂંટણીના મેદાન તરફ વાળ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત જીતવાની કોશિશ કરી રહી છે, તો પીએમ બનવાની આશા રાખતા અન્ય ઘણા ચહેરાઓ પુરી તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મમતા બેનર્જીનું નામ પણ તેમાંથી એક છે. આ દરમિયાન એક સર્વે આવ્યો છે, જેના પરિણામો મમતા બેનર્જીની આશાઓ પર ફટકો સાબિત થઈ શકે છે.સી વોટર અને ઈન
2024ના ઇલેક્શનમાં કેમ વધી શકે છે મમતાની મુશ્કેલીઓ  જાણો એક જાણીતા સર્વેમાં શું આવ્યું સામે
Advertisement
લોકસભાની ચૂંટણીને આડે માંડ એક વર્ષ બાકી છે. તમામ પક્ષોએ પોતાના રથને ચૂંટણીના મેદાન તરફ વાળ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ત્રીજી વખત જીતવાની કોશિશ કરી રહી છે, તો પીએમ બનવાની આશા રાખતા અન્ય ઘણા ચહેરાઓ પુરી તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મમતા બેનર્જીનું નામ પણ તેમાંથી એક છે. આ દરમિયાન એક સર્વે આવ્યો છે, જેના પરિણામો મમતા બેનર્જીની આશાઓ પર ફટકો સાબિત થઈ શકે છે.

સી વોટર અને ઈન્ડિયા ટુડેનો સર્વે 
સી વોટર અને ઈન્ડિયા ટુડેએ તાજેતરમાં એક સર્વે કર્યો છે જેમાં દેશનો મિજાજ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે સર્વેમાં દેશભરમાં 1.39 લાખથી વધુ લોકોના મત જાણવામાં આવ્યા છે. સર્વેના પરિણામો મમતા બેનર્જી માટે ખરાબ સમાચાર લઈને આવ્યા છે. સર્વે મુજબ રાજ્યમાં એનડીએની બેઠકો વધી રહી છે. માત્ર છ મહિનામાં રાજ્યનું સમગ્ર ચિત્ર બદલાઈ ગયું છે.
સર્વેમાં એનડીએને ફાયદો
પશ્ચિમ બંગાળમાં લોકસભાની 42 બેઠકો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં NDAએ શાનદાર પ્રદર્શન કરીને 18 બેઠકો કબજે કરી હતી. તો શાસક તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને રાજ્યમાં માત્ર 22 બેઠકો મળી હતી. જાન્યુઆરી 2023માં આવેલા તાજેતરના સર્વેમાં NDAની બેઠકો વધી રહી છે.
સર્વે અનુસાર પશ્ચિમ બંગાળમાં એનડીએને 20 સીટો મળવાની આશા છે. માત્ર 6 મહિના પહેલા કરવામાં આવેલા સર્વેમાં ભાજપ રાજ્યમાં બે આંકડાને પણ સ્પર્શી શક્યું ન હતું. ઓગસ્ટ 2022માં આ જ એજન્સીએ સર્વે કર્યો હતો. તે સમયે એનડીએને માત્ર 7 બેઠકો મળવાનો અંદાજ હતો.
મમતા માટે ખતરાની ઘંટડી
સર્વેમાં NDAની બેઠકો જે રીતે વધી છે તે TMC સુપ્રીમો મમતા બેનર્જી માટે ખતરાની ઘંટડી સમાન છે. 2021 માં યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં, TMC એકતરફી જીતી હતી. રાજ્યની 284 સીટોમાંથી 211 સીટો ટીએમસીના ખાતામાં ગઈ. જો તમે તાજેતરના સર્વે પર નજર નાખો તો, લોકસભા ચૂંટણીમાં TMCની લોકપ્રિયતા ઘટી છે અને ભાજપ તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે.
વિરોધ પક્ષના નેતા બનવાની રેસમાં ઉપર છે
મમતા બેનર્જી માટે રાહતની વાત છે કે વિપક્ષના નેતા તરીકે તેમને પસંદ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. જાન્યુઆરી 2022ના સર્વેમાં 17 ટકા લોકોએ મમતા બેનર્જી વિપક્ષના નેતા બનવાની સંભાવના જોઈ હતી, જે એક વર્ષ પછી જાન્યુઆરી 2023માં વધીને 20 ટકા થઈ ગઈ છે.
દેશમાં કોણ?
સર્વે અનુસાર જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો 298 સીટો સાથે ફરી એનડીએની સરકાર બનશે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને 153 બેઠકો મળી રહી છે, જ્યારે અન્ય પક્ષોને 92 બેઠકો મળવાનું અનુમાન છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×