મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદથી હટાવાયા, કિન્નર અખાડાના સંસ્થાપક અજય દાસે કરી કાર્યવાહી
બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમની સાથે, લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.
08:13 PM Jan 31, 2025 IST
|
Hardik Shah
- મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર પદથી હટાવાયા
- કિન્નર અખાડાના સંસ્થાપક અજય દાસે કરી કાર્યવાહી
- આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણને પણ હટાવાયા
- કિન્નર અખાડાનું નવેસરથી પુનર્ગઠન થશેઃ અજય દાસ
- નવા આચાર્ય મહામંડલેશ્વરની પણ કરાશે જાહેરાત
- મમતાને મહામંડલેશ્વર બનાવતા વધ્યો હતો વિવાદ
Mamta Kulkarni : બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તેમને કિન્નર અખાડાના મહામંડલેશ્વર પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. તેમની સાથે, લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને આચાર્ય મહામંડલેશ્વરના પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. આ બંનેને અખાડામાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે. આ કાર્યવાહી કિન્નર અખાડાના સ્થાપક અજય દાસે કરી છે.
હવે કિન્નર અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે
અજય દાસે શુક્રવારે જાહેરાત કરી હતી કે હવે કિન્નર અખાડાનું નવેસરથી પુનર્ગઠન કરવામાં આવશે. ઉપરાંત, નવા આચાર્ય મહામંડલેશ્વરની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે મમતાને કિન્નર અખાડાના મહામંડલેશ્વર બનાવવામાં આવ્યા ત્યારથી જ વિવાદ ચાલી રહ્યો હતો. આ અખાડાના મહામંડલેશ્વર એક મહિલાને કેવી રીતે બનાવી શકાય તે અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા હતા!
Next Article