ફરી વખત તંત્રની પોલ ખુલી, રસ્તા પરથી પસાર થઇ રહેલો યુવક એક્ટિવા સાથે ભૂવામાં ગરકાવ, જુઓ વીડિયો
આમ તો અમદાવાદ શહેરની ગણતરી સ્માર્ટ સિટીમાં થાય છે. જો કે એ વાત અલગ છે કે લોકોને અહીં પ્રાથમિક સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડે છે. ખાસ કરીને જો ચોમાસાની વાત કરીએ તો ચોમાસાની શરુઆત થતાની સાથે જ અમદાવાદ ભૂવાનગરી બની જાય છે. અમદાવાદના શહેરીજનોને રસ્તે ચાલતા કે વાહન લઇને પસાર થતા પણ ડર લાગે છે, કારણ કે ક્યારે પગ નીચેની જમીન ખસી જાય તે કહી ના શકાય. આજે શહેરમાં કંઇક આ પ્રકારનો જ બનાવ સામે આવà
Advertisement
આમ તો અમદાવાદ શહેરની ગણતરી સ્માર્ટ સિટીમાં થાય છે. જો કે એ વાત અલગ છે કે લોકોને અહીં પ્રાથમિક સુવિધાઓ માટે પણ સંઘર્ષ કરવો પડે છે. ખાસ કરીને જો ચોમાસાની વાત કરીએ તો ચોમાસાની શરુઆત થતાની સાથે જ અમદાવાદ ભૂવાનગરી બની જાય છે. અમદાવાદના શહેરીજનોને રસ્તે ચાલતા કે વાહન લઇને પસાર થતા પણ ડર લાગે છે, કારણ કે ક્યારે પગ નીચેની જમીન ખસી જાય તે કહી ના શકાય. આજે શહેરમાં કંઇક આ પ્રકારનો જ બનાવ સામે આવ્યો છે.
શહેરના જુહાપુરા વિસ્તારની અંદર અચાનક ડ્રેનેજ લાઇનની અંદર ગાબડું પડ્યું અને ત્યાંથી પસાર થઇ રહેલો એક્ટિવા ચાલક તેમાં ગરકાવ થઇ ગયો. જો કે સદ્ભાગ્યે તે યુવકનો જીીવ તો બચી ગયો છે. પરંતુ આ ઘટનાએ વધુ એક વખત તંત્રની પોલ ખોલી નાંખી છે. એએમસી દ્વારા જે પ્રી મોન્સુન કામગીરીના દાવા કરવામાં આવે છે તે ખોટા સાબિત થયા છે. તો બીજી તરફ રોડના કામ અગે પણ સવાલ ઉભા થયા છે.
આ ઘટનાની વાત કરીએ તો શહેરના જુહાપુરામાં આવેલા ફતેવાડી વિસ્તારની આ ઘટના છે. જેમાં એક યુવક એક્ટિવા લઇને પસાર થઇ રહ્યો હતો, તેવામાં અચાનક રોડમાં ગાબડું પડ્યું અને એક્ટિવા સાથે તે યુવક તેમાં ગરકાવ થઇ ગયો. જ્યાં ગાબડું પડ્યું ત્યાં નીચે ડ્રેનેજ હતી. આ ઘટના બાદ આસપાસના લોકો દોડી આવ્યા. સ્થાનિક લોકોની મદદ વડે અડધા કલાક બાદ તે યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જો કે પાણીના પ્રવાહ સાથે એક્ટિવા તો અંદર જ તણાઇ ગઇ હતી.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ ફૂટેજની સાથે જ લોકો તંત્રને સવાલ કરી રહ્ય છે કે શું હવે રસ્તા પર ચાાલવું પણ સલામત નથી રહ્યું? ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં આ પ્રકારની ઘટનાઓ દર વર્ષે બને છે. હજુ તો ગઇકાલે જ બાપુનગર વિસ્તારમાં એક મોટો ભૂવો પડ્યો હતો. ત્યારે આજે આ ઘટના સામે આવી છે. હજુ તો ચોમાસાની બરાબર શરુઆત પમ નથી થઇ અને આવી સ્થિતિ છે, તેવામાં ભારે વરસાદમાં શું સ્થિતિ ઉભી થશે તે સવાલ લોકો પૂછી રહ્યા છે.


