ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

યુપીના તમામ મદરેસામાં રાષ્ટ્રગીત કર્યું ફરજિયાત, યોગી સરકારે જાહેર કર્યો આદેશ

યોગી સરકારે ઉત્તર પ્રદેશના તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ફરજિયાત કર્યું છે. આ માટે આદેશ જારી કરવામાં આવ્યા છે. આ આદેશ તમામ માન્ય, સહાયિત અને બિન-સહાયિત મદરેસામાં લાગુ થશે. મળતી માહિતી અનુસાર તમામ લઘુમતી કલ્યાણ અધિકારીઓને પત્ર જારી કરીને કહેવામાં આવ્યું છે કે રાજ્યની માન્યતા પ્રાપ્ત અને સહાયિત મદરેસાઓમાં શૈક્ષણિક સત્રની શરૂઆતમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરવામાં આવે. યુપી મદરેસા એજ
11:06 AM May 12, 2022 IST | Vipul Pandya
યોગી સરકારે ઉત્તર પ્રદેશના તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ફરજિયાત કર્યું છે. આ માટે આદેશ જારી કરવામાં આવ્યા છે. આ આદેશ તમામ માન્ય, સહાયિત અને બિન-સહાયિત મદરેસામાં લાગુ થશે. મળતી માહિતી અનુસાર તમામ લઘુમતી કલ્યાણ અધિકારીઓને પત્ર જારી કરીને કહેવામાં આવ્યું છે કે રાજ્યની માન્યતા પ્રાપ્ત અને સહાયિત મદરેસાઓમાં શૈક્ષણિક સત્રની શરૂઆતમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરવામાં આવે. યુપી મદરેસા એજ

યોગી સરકારે ઉત્તર પ્રદેશના તમામ મદરેસામાં
રાષ્ટ્રગીત ફરજિયાત કર્યું છે. આ માટે આદેશ જારી કરવામાં આવ્યા છે. આ આદેશ તમામ
માન્ય
, સહાયિત
અને બિન-સહાયિત મદરેસામાં લાગુ થશે. મળતી માહિતી અનુસાર
તમામ લઘુમતી
કલ્યાણ અધિકારીઓને પત્ર જારી કરીને કહેવામાં આવ્યું છે કે રાજ્યની માન્યતા પ્રાપ્ત
અને સહાયિત મદરેસાઓમાં શૈક્ષણિક સત્રની શરૂઆતમાં રાષ્ટ્રગીત ફરજિયાત કરવામાં આવે.

યુપી મદરેસા એજ્યુકેશન કાઉન્સિલના આદેશ અનુસાર
તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ફરજીયાત ગાવામાં આવશે. સવારે વર્ગ શરૂ થાય તે પહેલા
રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. રાષ્ટ્રગીત બાદ વિદ્યાર્થીઓ વર્ગમાં જશે. રમઝાનની રજા
પછી ખુલેલા તમામ મદરેસામાં રાષ્ટ્રગીત ગાવામાં આવશે. આ સાથે આદેશમાં કહેવામાં
આવ્યું છે કે આ આદેશનું પાલન સુનિશ્ચિત કરવા માટે જિલ્લા લઘુમતી કલ્યાણ અધિકારીઓએ
નિયમિતપણે દેખરેખ રાખવી પડશે. રમઝાનની રજાઓ બાદ આજથી મદરેસામાં વર્ગો શરૂ થઈ રહ્યા
છે.
14 મેથી મદરેસા બોર્ડમાં પણ પરીક્ષાઓ છે. મદરેસા
બોર્ડ હવે
6 પેપર પરીક્ષા લેશે. જેમાં ધોરણ 1 થી 8 ના
અભ્યાસક્રમમાં દિનીયત ઉપરાંત હિન્દી
, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રો હશે.

Tags :
GujaratFirstmadrassasmandatoryNationalAnthemUPYogigovernment
Next Article