કાંઠડા ગામે ગૌચર જમીન મુદ્દે જનાક્રોશ! ગ્રામજનોએ આપી ચૂંટણી બહિષ્કારની ચીમકી
Mandvi Kanthda village gauchar land issue : કચ્છના માંડવી તાલુકાના કાંઠડા ગામે ગૌચર જમીન (Pasture Land) ના મુદ્દે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ અને વિરોધ (Protest) જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે પશુઓના ચરિયાણ માટે ફાળવવામાં આવેલી આ જમીન માત્ર ગૌચર તરીકે જ સુરક્ષિત રાખવામાં આવે અને તેમાં કોઈપણ પ્રકારનું દબાણ કે અન્ય હેતુ માટે ફેરફાર ન કરવામાં આવે.
Advertisement
Mandvi Kanthda village gauchar land issue : કચ્છના માંડવી તાલુકાના કાંઠડા ગામે ગૌચર જમીન (Pasture Land) ના મુદ્દે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ અને વિરોધ (Protest) જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે પશુઓના ચરિયાણ માટે ફાળવવામાં આવેલી આ જમીન માત્ર ગૌચર તરીકે જ સુરક્ષિત રાખવામાં આવે અને તેમાં કોઈપણ પ્રકારનું દબાણ કે અન્ય હેતુ માટે ફેરફાર ન કરવામાં આવે. ગામના લોકોએ એકઠા થઈને વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો છે અને ચીમકી (Warning) ઉચ્ચારી છે કે જો આ સંવેદનશીલ મુદ્દાનું યોગ્ય નિરાકરણ નહીં આવે, તો આગામી સમયમાં તેઓ લોકશાહીના પર્વ સમાન ચૂંટણીનો સામૂહિક બહિષ્કાર (Election Boycott) કરશે. આ વિવાદને કારણે સ્થાનિક સ્તરે વાતાવરણ ગરમાયું છે અને સાથે ગ્રામીણ એકતા જોવા મળી રહી છે.
Advertisement


