Surat: ધર્માંતરણના ખેલનો થયો ખુલાસો, વિધવા મહિલાને લગ્નની લાલચ આપી ધર્માંતરણ કરાવવાનો પ્રયાસ
સુરતનાં માંડવી તાલુકાની એક આદિવાસી મહિલા સાથે ધર્માંતરણનો પ્રયાસ કરવામાં આવ્યો છે. માંડવી તાલુકાના જ ડોક્ટર દ્વારા મહિલાને લગ્નની લાલચ આપી ધર્માતરણ કરવાનો કરાશે. છેલ્લા ઘણા સમયથી ડોક્ટર અને આદિવાસી મહિલા એકબીજાના સંપર્કમાં હતા. 3 વર્ષ બાદ ડોક્ટર અંકિત ચૌધરીએ મહિલાને લગ્ન કરવા માટે ના પાડી દીધી હતી. આદિવાસી મહિલાએ ખ્રિસ્તી ધર્મ અપનાવવા માટે ડોક્ટર અંકિત ચૌધરીએ દબાણ કર્યું હતું. ખ્રિસ્તી ધર્મ અપનાવસે તો જ લગ્ન કરવા જણાવ્યું હતું. આદિવાસી મહિલાએ ડોક્ટરની વાત માની ધર્મપરિવર્તન કરી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. ડોક્ટર અંકિત ચૌધરીના પિતા પોતે પાસ્ટર છે. ત્યારે ડોક્ટરના પિતાએ જ મહિલાનું નદી કિનારે જઈ ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ધર્મ પરિવર્તન બાદ મહિલાએ ડોક્ટરને લગ્ન માટે જણાવ્યું હતું. પરંતું ડોક્ટર અંકિત ચૌધરીએ લગ્ન માટે ના પાડી દીધી હતી. ડોક્ટર અંકિત ચૌધરીએ મહિલાને લગ્નની લાલચ આપી તરછોડી દેતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.