Junagadh Rain: માંગરોળમાં મેઘ તાંડવ, 20 ઈંચ વરસાદથી પોરબંદર-સોમનાથ હાઈવે તૂટ્યો, જનજીવન પ્રભાવિત!
જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ગઈકાલે પડેલા અતિભારે 20 ઈંચ વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે પોરબંદર-સોમનાથ હાઈવે પર આવેલી નોળી નદીના પુલનું ધોવાણ થતા વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. કુદરતી આફતના આ સમયમાં સ્થાનિક લોકોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી ફસાયેલા યાત્રીકોને સુરક્ષિત આશરો આપ્યો છે.
Advertisement
Junagadh Rain: જૂનાગઢના માંગરોળમાં વરસાદ આફત બનીને વરસ્યો છે. વરસાદના આ વિકરાળ સ્વરૂપને લીધે આશરે 100 જેટલી વાડીઓમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાક અને પશુધનને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. હાઈવે પર પુલ તૂટવાથી દ્વારકા જતા અનેક યાત્રીકો રસ્તામાં ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિકોએ ભોજન અને અન્ય તમામ સુવિધાઓ પહોંચાડી મદદરૂપ બન્યા હતા. સ્થાનિક રહીશોએ વહીવટી તંત્રની નબળી કામગીરી સામે આકરા પ્રહાર કર્યા છે અને આ પરિસ્થિતિ માટે તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી છે. જોકે, હવે વરસાદનું જોર ઘટતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ નુકસાનના સર્વેક્ષણની માંગ સાથે તંત્ર સામે રોષ યથાવત છે. સમગ્ર માહિતી માટે જુઓ આ સંપૂર્ણ અહેવાલ..

