મનિકા બત્રા સેમીફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય મહિલા ખેલાડી બની
Manika Batra India : ભારતની ટેબલટેનિસ ખેલાડી મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શનને જાળવી રાખતા એશિયા કપ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની ખેલાડી ચેન સૂ યૂને 4-3થી હરાવી. મનિકા આ ટૂર્નમેન્ટની સેમીફાઈનલમાં પહોંચનારી પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે. વર્લ્ડ રેન્કીંગમાં 44માં સ્થાને મનિકાએ મહિલા સિંગલમાં ચીની તાઈપેની ખેલાડીને ટક્કર આપી જà
02:50 PM Nov 18, 2022 IST
|
Vipul Pandya
Manika Batra India : ભારતની ટેબલટેનિસ ખેલાડી મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શનને જાળવી રાખતા એશિયા કપ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. તેમણે ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેની ખેલાડી ચેન સૂ યૂને 4-3થી હરાવી. મનિકા આ ટૂર્નમેન્ટની સેમીફાઈનલમાં પહોંચનારી પહેલી મહિલા ખેલાડી બની ગઈ છે. વર્લ્ડ રેન્કીંગમાં 44માં સ્થાને મનિકાએ મહિલા સિંગલમાં ચીની તાઈપેની ખેલાડીને ટક્કર આપી જીત મેળવી.
મનિકાએ વર્લ્ડની 23માં રેન્કિંગની ચીની તાઈપેની ખેલાડી ચેન સૂ યૂ સામે શાનદાર જીત મેળવી. તેમણે 6-11, 11-6, 11-5, 11-7, 8-11, 9-11, 11-9 થી હરાવી. મનિકા આ જીત સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. તેમને લઈને ટ્વીટર પર ચાહકોની પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ અગાઉ પણ મનિકા શાનદાર પ્રદર્શન કરી ચુકી છે. મનિકા હવે સેમિફાઇનલમાં મનિકા કોરિયાના જીઓન જીહી અને જાપાનની મીમા ઇટો વચ્ચેની મેચની વિજેતા સાથે ટકરાશે.
ઉલ્લેખનિય છે કે, મનિકા કોમનવેલ્થ ગેમ્સમાં બે વખત ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. તેમણે ગોલ્ડ કોસ્ટમાં આયોજીત થયેલા વર્ષ 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં વિમેન્સ ટીમ અને સિંગલ્સના મુકાબલામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ તેમણે વર્ષ 2018માં વિમેન્સ ડબલ્સમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. વર્ષ 2018માં મનિકાએ એશિયન ગેમ્સમાં પણ મેડલ જીત્યો હતો અને તાજેતરમાં ગુજરાતમાં આયોજીત નેશનલ ગેમ્સ 2022માં પણ તે સામેલ થઈ હતી અને તેનુ પરફોર્મ્સ શાનદાર હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Next Article