રેપો રેટમાં વધારાને કારણે શેરબજારમાં હોબાળો, સેન્સેક્સ 1450 પોઈન્ટ તૂટ્યો
આજે શેર માર્કેટમાં મોટો કડાકો નોંધાતા રોકાણકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા
છે. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સવારે
શેરબજારે લીલા નિશાન સાથે કારોબારની શરૂઆત કરી હતી. ટ્રેડિંગ ડે દરમિયાન એલઆઈસીનો
આઈપીઓ ખૂલવાથી રોકાણકારો પણ ઉત્સાહિત હતા. પરંતુ બપોરે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં
વધારાને કારણે બજારમાં વેચવાલી શરૂ થઈ ગઈ હતી. આ જોઈને સેન્સેક્સ 1500 પોઈન્ટ ઘટીને 55,501 પોઈન્ટની નીચી
સપાટીએ આવી ગયો હતો.
બપોરે 3 વાગ્યાની આસપાસ
સેન્સેક્સના 30માંથી 27 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. એ જ રીતે નિફ્ટી 405.80 પોઈન્ટ તૂટીને 16,663.30 પર ટ્રેડ કરી રહ્યો છે. એક સમયે 55500 પોઈન્ટ્સ તૂટ્યા બાદ
સેન્સેક્સીમાં મામૂલી રિકવરી જોવા મળી હતી. આ પહેલા બપોરે રિઝર્વ બેંક ઓફ
ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે રેપો રેટમાં વધારાની જાહેરાત કરી હતી. RBI દ્વારા રેપો રેટમાં 0.40%નો વધારો કરવામાં
આવ્યો છે. આ સાથે રેપો રેટ 4 ટકાથી વધીને 4.40 ટકા થયો છે.
આરબીઆઈના રેપો રેટમાં
ફેરફારથી બેંકો માટે લોન પરના વ્યાજ દરમાં વધારો કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. રેપો
રેટ વધવાથી આગામી દિવસોમાં તમારી હોમ લોન, કાર લોનની EMI વધશે. અગાઉ, ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય સમીક્ષા બેઠકમાં RBI દ્વારા સતત 11મી વખત રેપો રેટમાં
ફેરફાર કરવામાં આવ્યો ન હતો.