Mehsana : મહેસાણા ફૂડ ફૂડ વિભાગના પરીક્ષણમાં રસમલાઈ અને પોપટ છાપ ગોળના 6 નમૂના ફેલ
મહેસાણા ફૂડ વિભાગે રસમલાઈ અને પોપટ છાપ બ્રાન્ડના ગોળમાં પ્રતિબંધિત સિન્થેટિક કલરની ભેળસેળ પકડી પાડી છે. કુલ 6 નમૂના ફેલ થતા હરિક્રિષ્ણા માર્કેટિંગ અને પટેલ સતીશકુમાર મોહનલાલ પેઢી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કેમિકલયુક્ત ગોળ લીવર અને કિડની માટે અત્યંત જોખમી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
Advertisement
Mehsana: મહેસાણા જિલ્લામાં શુદ્ધ અને દેશી ગોળ (Jaggery) ના નામે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થતાં હોવાના પર્દાફાશ થયો છે. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક દરોડા દરમિયાન બજારમાં મળતા જાણીતી બ્રાન્ડના ગોળના નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થયા છે. આ સમાચારથી સમગ્ર જિલ્લાના વેપારી આલમ અને ગ્રાહકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Advertisement


