Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana : વિદેશ જવાનો મોહ ભારે પડયો, કબૂતરબાજો કરી ગયા મોટી કળા

મહેસાણામાં વિદેશ જવાનો મોહ અને લાલચ એક મધ્યમવર્ગીય પરિવારને ભારે પડી છે, જ્યાં કહેવાતા 'કબૂતરબાજો'એ લાખો રૂપિયાની મોટી કળા કરી હોવાનું સામે આવ્યું છે. આ કિસ્સામાં ફરિયાદી બળવંતસિંહ ચાવડા નામના વ્યક્તિ ભોગ બન્યા છે
Advertisement
  • વિદેશ જવાનો મોહ ભારે પડયો (Mehsana )
  • કબૂતરબાજો કરી ગયા મોટી કળા
  • ફરિયાદીએ 64 લાખ ગુમાવ્યા
  • બળવંતસિંહ ચાવડા બન્યા ભોગ
  • પિસ્તોલ બતાવીને બેગ આંચકી
  • એજન્ટ નિલેશના ઈશારે લૂંટ થઈ
  • લૂંટારૂઓએ CCTVમાં કેદ થયા
  • મહેસાણા પોલીસે નાકાબંધી કરી
  • વિદેશની લાલચે મોટી કમાણી ગુમાવી

Mehsana : મહેસાણામાં વિદેશ જવાનો મોહ અને લાલચ એક મધ્યમવર્ગીય પરિવારને ભારે પડી છે, જ્યાં કહેવાતા 'કબૂતરબાજો'એ લાખો રૂપિયાની મોટી કળા કરી હોવાનું સામે આવ્યું છે. આ કિસ્સામાં ફરિયાદી બળવંતસિંહ ચાવડા નામના વ્યક્તિ ભોગ બન્યા છે, જેમને વિદેશ મોકલવાની લાલચ આપીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. જોકે, અસલી ખેલ ત્યારે ખેલાયો જ્યારે એજન્ટ નિલેશના ઈશારે અજાણ્યા શખ્સોએ પિસ્તોલ બતાવી ધાકધમકી આપી બળવંતસિંહ પાસેથી 64 લાખ રૂપિયા ભરેલી બેગ આંચકી લીધી હતી. આ આખી લૂંટની ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે બાદ મહેસાણા પોલીસે તાત્કાલિક અલગ-અલગ વિસ્તારોમાં નાકાબંધી કરીને લૂંટારૂઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આમ, વિદેશમાં જઈ મોટી કમાણી કરવાની લાલચે બળવંતસિંહે પોતાની જીવનભરની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement

.

×