મહેસાણાના કડીમાં નિયમોના ઉડ્યા ધજાગરા, બાળક મેળામાં મોટું ચકડોળ ચલાવતો જોવા મળ્યો
Mehsana Fair Viral Video : મહેસાણા જિલ્લાના કડી ખાતે યોજાયેલા બાળક મેળામાં ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સી.એન. કોલેજના મેદાનમાં ચાલી રહેલા મેળામાં એક નાબાલિક બાળક મોટું ચકડોળ ઓપરેટ કરતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
Advertisement
Mehsana Fair Viral Video : મહેસાણા જિલ્લાના કડી ખાતે યોજાયેલા બાળક મેળામાં ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. સી.એન. કોલેજના મેદાનમાં ચાલી રહેલા મેળામાં એક નાબાલિક બાળક મોટું ચકડોળ ઓપરેટ કરતું હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં બાળક લોકો ભરેલા ચકડોળને ચલાવતું જોવા મળતા મેળાની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા છે. લોકોના જીવ સાથે ખુલ્લેઆમ રમત રમાઈ રહી હોવાના આક્ષેપો વચ્ચે આયોજકોની જવાબદારી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું છે. ખાસ કરીને કોઈ અનુભવી ઓપરેટરની જગ્યાએ બાળકના ભરોસે મોટું રાઈડિંગ સાધન ચલાવવામાં આવતું હોવું ગંભીર બેદરકારી માનવામાં આવી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક તંત્ર અને જવાબદાર વિભાગ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
Advertisement


