Mehsana: બહુચરાજીમાં ભર શિયાળે ભક્તોને પીરસાયો કેરીના રસનો પ્રસાદ
Mehsana માં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં 343 વર્ષ જુની પરંપરા આજે પણ અવિરત જોવા મળી હતી. અહીં ભર શિયાળે કરીના રસનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. 1800 લિટર કેરીનો રસ માતાજીને ધરાવીને ભક્તોમાં વહેંચાયો હતો અને 8 હજારથી વધુ ભક્તોએ આ રસ-રોટલી પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.
Advertisement
Mehsana: મહેસાણામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીમાં (Bahucharaji) ભર શિયાળે કરીના રસનો પ્રસાદ પીરસવામાં આવ્યો હતો. 1800 લિટર કેરીનો રસ માતાજીને ધરાવીને ભક્તોમાં વહેંચાયો હતો જેથી અહીં ભર શિયાળે કેરીના રસની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. 8 હજારથી વધુ ભક્તોએ આ રસ-રોટલી પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસર જય બહુચરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મહત્વનું છે કે, બહુચરાજીમાં 343 વર્ષ જુની પરંપરા આજે પણ અવિરત જોવા મળી હતી. આ પરંપરા પાછળની એક રસપ્રદ વાર્તા પણ છે. જુઓ અહેવાલ...
Advertisement


