Mehsana : ઘાયલ યુવકની વ્હારે આવ્યા આરોગ્ય મંત્રી Rushikesh Patel!
Mehsana થી વિસનગર જતા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલાને વ્હારે આવ્યા Health Minister Rushikesh Patel અકસ્માતમાં ઘાયલ યુવક માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો અન્ય યુવકને પોતાની ગાડીમાં બેસાડીને પરીક્ષા સેન્ટર સુધી મૂકીને આવ્યા આરોગ્યમંત્રી Mehsana થી વિસનગર...
11:35 AM Oct 05, 2025 IST
|
SANJAY
- Mehsana થી વિસનગર જતા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલાને વ્હારે આવ્યા Health Minister Rushikesh Patel
- અકસ્માતમાં ઘાયલ યુવક માટે 108 એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો
- અન્ય યુવકને પોતાની ગાડીમાં બેસાડીને પરીક્ષા સેન્ટર સુધી મૂકીને આવ્યા આરોગ્યમંત્રી
Mehsana થી વિસનગર તરફ જતા સમયે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ (Health Minister Rushikesh Patel) એક અનોખી માનવતાભરી ઘટનાના સાક્ષી બન્યા છે. રસ્તામાં એક દુર્ઘટના થયેલી જોઈ તેમણે તરત જ પોતાની કાર રોકાવી હતી. સામાન્ય રીતે વ્યસ્ત કાર્યક્રમોમાં રહેનારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કોઈ વિલંબ કર્યા વિના પોતે જ ઘાયલ વ્યક્તિની પાસે જઈ સ્થિતિની માહિતી લીધી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને મદદરૂપ થવા તેમણે પોતાના સહયોગીઓને તરત જ કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. તેમજ અન્ય યુવક જેને સામાન્ય ઇજાઓ થઇ હતી અને પરીક્ષા આપવા જતો હતો તેને પોતાની ગાડીમાં બેસાડીને પરીક્ષા સેન્ટર સુધી આરોગ્યમંત્રી મૂકીને આવ્યા હતા.
Next Article