Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

મહેસાણામાં પોલીસની 'થર્ડ આઈ' સક્રિય! સ્ટોપલાઈન ઓળંગશો તો સીધો ઈ-મેમો આવશે ઘરે, 129 નવા કેમેરાથી સુરક્ષા સજ્જ

Mehsana hi-tech traffic monitoring : મહેસાણામાં ટ્રાફિક વ્યવસ્થા અને ગુનાખોરી પર લગામ કસવા માટે પોલીસ તંત્ર હવે સંપૂર્ણપણે હાઈટેક બની ગયું છે, જે મહેસાણાવાસીઓ માટે એક મહત્વની ચેતવણી સમાન છે.
Advertisement
  • Mehsana : મહેસાણાવાસીઓ ટ્રાફિક નિયમનો ભંગ કરતા પહેલા સાવધાન!
  • મહેસાણામાં ટ્રાફિક નિયમન અંગે પોલીસ તંત્ર હાઈટેક બન્યું
  • બંધ સિગ્નલમાં સ્ટોપલાઈન ઓળંગી તો ઈ-મેમો આવશે ઘરે
  • કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સોફ્ટવેર ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ
  • શહેરમાં ગુનાખોરી ડામવા વધુ 129 કેમેરાની બાજ નજર
  • ટ્રાફિક નિયમન અને સુરક્ષા વ્યવસ્થાને લઈ પોલીસ તંત્ર સજ્જ

Mehsana hi-tech traffic monitoring : મહેસાણામાં ટ્રાફિક વ્યવસ્થા અને ગુનાખોરી પર લગામ કસવા માટે પોલીસ તંત્ર હવે સંપૂર્ણપણે હાઈટેક બની ગયું છે, જે મહેસાણાવાસીઓ માટે એક મહત્વની ચેતવણી સમાન છે.

શહેરના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા અત્યાધુનિક સોફ્ટવેર ઇન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેના કારણે હવે જો કોઈ વાહનચાલક બંધ સિગ્નલ દરમિયાન સ્ટોપલાઈન ઓળંગશે, તો તેના ઘરે સીધો ઈ-મેમો ફાટશે. સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે શહેરમાં વધારાના 129 CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે, જે 24 કલાક બાજ નજર રાખશે. પોલીસની આ આધુનિક સિસ્ટમ માત્ર ટ્રાફિક નિયમન જ નહીં, પરંતુ ગુનાખોરી ડામવામાં પણ અત્યંત અસરકારક સાબિત થશે, તેથી હવે નાગરિકોએ દંડથી બચવા અને સુરક્ષિત રહેવા માટે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય બન્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×