Valsad : માનસિક અસ્થિર પુત્રએ સગી જનેતાના માથામાં ત્રિકમ મારીને મોતને ઘાટ ઉતારી
Valsad : વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક હૃદયવિદારક અને ક્રૂર ઘટના સામે આવી છે, જ્યાં પુત્રએ જ પોતાની માતાની નિર્મમ હત્યા કરી નાખી. માહ્યાવંશી ફળિયાના છેવાડાના વિસ્તારમાં રહેતા 61 વર્ષીય પાર્વતીબેન માહ્યવંશી પોતાના 40-44 વર્ષીય પુત્ર કિરીટ માહ્યવંશી સાથે રહેતા હતા. રાત્રે દવા પીવડાવવા કે સામાન્ય વાતને લઈને માતા-પુત્ર વચ્ચે તીવ્ર વિવાદ થયો. આ વાતમાં ઉશ્કેરાઈ ગયેલા કિરીટે ઘરમાં પડેલા લોખંડના ત્રિકમથી માતા પર આક્રમણ કર્યું. તેણે માતાના ગળા, પેટ અને કુખ ભાગે ક્રૂર રીતે ઘા માર્યા, જેના કારણે પાર્વતીબેનનું સ્થળ પર જ મોત થઈ ગયું. લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા.
હત્યા બાદ કિરીટ લોહી લુહાણ ત્રિકમ લઈને ઘરની બહાર નીકળ્યો. આસપાસના લોકોએ તેને જોઈને પૂછતાં તેણે જાતે જ કબૂલ્યું કે તેણે માતાની હત્યા કરી છે. ચોંકી ગયેલા સ્થાનિકોએ તાત્કાલિક ઉમરગામ પોલીસને જાણ કરી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી કિરીટને ધરપકડ કરી અને તેને જેલમાં ધકેલી દીધો.તપાસમાં બહાર આવ્યું છે કે કિરીટ માનસિક રીતે અસ્વસ્થ હતો અને લાંબા સમયથી સારવાર લઈ રહ્યો હતો. આવેશમાં આવીને તેણે આ ઘાતકી કૃત્ય કર્યું. આ ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.....જુઓ અહેવાલ....


