આગામી સાત દિવસ માટે હવામાન વિભાગની વરસાદની આગાહી
આગામી સાત દિવસ માટે હવામાન વિભાગની વરસાદની આગાહી કરી છે. પૂર્વ-મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ માટે યેલો એલર્ટ આપ્યું છે. તેની સાથે- સાથે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાર, અમરેલીમાં વરસાદની આગાહી કરી છે.
11:53 PM Oct 24, 2025 IST
|
Mujahid Tunvar
આગામી સાત દિવસ માટે હવામાન વિભાગની વરસાદની આગાહી કરી છે. પૂર્વ-મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 25 થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ માટે યેલો એલર્ટ આપ્યું છે. તેની સાથે- સાથે પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાર, અમરેલીમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરી છે. તે ઉપરાંત 25 ઓક્ટોબરે અમદાવાદ, આણેદ, ખેડા અને પંચમહાલમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે DC1 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે. જૂઓ વરસાદની આગાહી અંગે ગુજરાત ફર્સ્ટનો સંપૂર્ણ અહેવાલ...
Next Article