Ambalal Patel: રાજ્યમાં વરસાદને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
Ambalal Patel Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે, જે મુજબ 13 થી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળી શકે છે.
Advertisement
Ambalal Patel Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે, જે મુજબ 13 થી 16 જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ જોવા મળી શકે છે. આ આગાહી મુજબ દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જામનગર જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા કે સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. વધુમાં, 17 થી 20 જુલાઈ દરમિયાન પશ્ચિમ બંગાળના વહન (સિસ્ટમ) ની અસરને કારણે ગુજરાતમાં ફરીથી વરસાદી માહોલ જામશે તેવી અંબાલાલ પટેલે આગાહી કરી છે. જુઓ વીડિયો..

