Middle East Conflict : મિડલ ઈસ્ટની જંગની અસર રસોડા સુધી,મસાલાના ભાવમાં ભડકો
મિડલ ઈસ્ટમાં (Middle East) ચાલી રહેલા યુદ્ધની (War) સીધી અને માઠી અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી છે, જેના કારણે મસાલાના ભાવમાં (Spice prices) મોટો ભડકો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મરચાના ભાવમાં (Chili prices) મોંઘવારીની આગ લાગી હોય તેમ એક જ વર્ષમાં ભાવમાં 50 ટકાનો તોતિંગ વધારો થયો છે.
Advertisement
- મિડલ ઈસ્ટ (Middle East) ની જંગની અસર રસોડા સુધી
- મસાલાના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું!
- મરચામાં લાગી 'મોંઘવારીની આગ'
- મચરાના ભાવ એક વર્ષમાં 50 ટકા વધ્યા, નિકાસમાં મોટો ઘટાડો
મિડલ ઈસ્ટમાં (Middle East) ચાલી રહેલા યુદ્ધની (War) સીધી અને માઠી અસર હવે ભારતીય રસોડા સુધી પહોંચી છે, જેના કારણે મસાલાના ભાવમાં (Spice prices) મોટો ભડકો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મરચાના ભાવમાં (Chili prices) મોંઘવારીની આગ લાગી હોય તેમ એક જ વર્ષમાં ભાવમાં 50 ટકાનો તોતિંગ વધારો થયો છે, જેને પરિણામે ગૃહિણીઓનું બજેટ (Budget) સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. એક તરફ ઇન્ટરનેશનલ માર્કેટમાં (International market) ભારતીય મસાલાની માંગમાં ઘટાડો થયો છે અને બીજી તરફ યુદ્ધ તથા પ્રતિકૂળ હવામાનનો (Weather) બેવડો માર પડતા નિકાસમાં (Export) પણ મોટો ઘટાડો નોંધાયો છે. આ વૈશ્વિક સંઘર્ષને કારણે મસાલા ઉદ્યોગ (Spice industry) હાલ ભારે મુશ્કેલીમાં મુકાયો છે અને વેપારીઓની (Traders) ચિંતામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
Advertisement


