Gondal માં મધરાત્રે ધાય ધાય! મેં જ પેટ્રોલ પંપ પર છોકરા મોકલી ફાયરિંગ કરાવ્યું
રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજા (Aniruddhasinh Jadeja) ના ભત્રીજાના પેટ્રોલ પંપ પર 2 બુકાનીધારીઓ બાઈક પર આવીને ફાયરિંગ કર્યુ હતું. આ ફાયરિંગની જવાબદારી સ્વિકારતો વીડિયો હાર્દિકસિંહ (Hardik Singh) એ જાહેર કર્યો છે.
02:19 PM Jul 24, 2025 IST
|
Hardik Prajapati
Rajkot : ગોંડલના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજા (Aniruddhasinh Jadeja) ના ભત્રીજાના પેટ્રોલ પંપ પર 2 બુકાનીધારીઓ બાઈક પર આવીને ફાયરિંગ કરતા ખળભળાટ મચી ગયો છે. એક રાઉન્ડ ફાયરિંગ કરી નાસી જનાર બન્ને શખ્સો વિરુદ્ધ તાલુકા પોલીસે ગુનો નોંધીને આગળની કાયદાકીય કાર્યવાહી શરુ કરી છે. પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. આ સમગ્ર બનાવ અંગે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja) સામે ફરિયાદમાં શંકા વ્યક્ત કરાઈ હતી. જો કે હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ એ ઈન્સ્ટાગ્રામ પર ફાયરિંગની જવાબદારી સ્વીકારી છે. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જૂઓ અહેવાલ...
Next Article