ભારતમાં લાખો લોકો ટાઇપ- 1 ડાયાબિટીસના શિકાર, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
કોરોનાના વધતાં કેસો વચ્ચો હવે ICMRએ હવે ટાઇપ 1 ડાયાબિટિસ મામલે પણ ચિંતા વ્યક્ત કરી છે. કારણકે ડાયાબિટીસના દર્દીઓને કોરોનાનું જોખમ સૌથી વધુ હોય છે. ટાઇપ-1 ડાયાબિટીસ બાળકો અને યુવાનોને તેનો શિકાર બનાવે છે. જાણો આ રોગ કેટલો ખતરનાક છે. આ રોગ કિડનીની બીમારી, અંધત્વ અને હૃદય સંબંધિત રોગને નોતરે છેહાલમાં જ આવેલ IDF રિપોર્ટ દર્શાવે છે કે વિશ્વભરમાં ટાઇપ 1 ડાયાબિટીસથી પીડાતા બાળકો અને કિશોàª
Advertisement
કોરોનાના વધતાં કેસો વચ્ચો હવે ICMRએ હવે ટાઇપ 1 ડાયાબિટિસ મામલે પણ ચિંતા વ્યક્ત કરી છે. કારણકે ડાયાબિટીસના દર્દીઓને કોરોનાનું જોખમ સૌથી વધુ હોય છે. ટાઇપ-1 ડાયાબિટીસ બાળકો અને યુવાનોને તેનો શિકાર બનાવે છે. જાણો આ રોગ કેટલો ખતરનાક છે.
આ રોગ કિડનીની બીમારી, અંધત્વ અને હૃદય સંબંધિત રોગને નોતરે છે
હાલમાં જ આવેલ IDF રિપોર્ટ દર્શાવે છે કે વિશ્વભરમાં ટાઇપ 1 ડાયાબિટીસથી પીડાતા બાળકો અને કિશોરોની સંખ્યા ઝડપથી વધી રહી છે. વિશ્વભરમાં 2021 સુધીમાં 12.11 લાખથી વધુ બાળકો અને કિશોરો ટાઇપ-1 ડાયાબિટીસ સામે લડી રહ્યા હતા.જેમાં અડધાથી વધુની ઉંમર 15 વર્ષથી ઓછી છે. તેમાં પણ સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. ભારતમાં, 2.29 લાખથી વધુ બાળકો અને કિશોરોને ટાઇપ-1 ડાયાબિટીસના શિકાર છે. વર્ષ 2019 માં, સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસને કારણે 4 મિલિયનથી વધુ મૃત્યુ થયા હતા. એટલું જ નહીં, આ રોગ કિડનીની બીમારી, અંધત્વ અને હૃદય સંબંધિત રોગોના વધુ વકરવાનું કારણ પણ છે. ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની બીજી સૌથી મોટી વસ્તી છે. ભારતમાં સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસના દર્દીઓમાં દરેક છઠ્ઠો વ્યક્તિ ભારતીય છે. SARS-CoV-2 કોવિડના દર્દીઓમાં ડાયાબિટીસના કારણે મૃત્યુનું જોખમ ઘણું વધારે હોય છે. દરમિયાન, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ટાઇપ-1 ડાયાબિટીસ અંગે ગાઇડલાઇન બહાર પાડી છે.
ભારતમાં ટાઇપ-1 ડાયાબિટીસની પરિસ્થિતિ
ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (IDF) મુજબ આ કેટલાક આંકડા છે, જે દર્શાવે છે કે ભારતમાં પ્રકાર 1 ડાયાબિટીસની સમસ્યા કેટલી વિકરાળ બની રહી છે.
- વિશ્વમાં ટાઇપ-1 ડાયાબિટીસથી પીડિત બાળકો અને કિશોરોની સંખ્યામાં ભારતમાં આગળ
- વિશ્વમાં ટાઇપ 1 ડાયાબિટીસથી પીડિત દરેક પાંચમું બાળક અથવા કિશોર ભારતીય છે.
- ભારતમાં, દરરોજ 65 બાળકો અથવા કિશોરો ટાઇપ 1 ડાયાબિટીસનો શિકાર બની રહ્યા છે.
- વિશ્વભરમાં ડાયાબિટીસના કારણે 67 લાખથી વધુ મૃત્યુ થયા છે. આ મૃત્યુઆંક 20 થી 79 વર્ષની વય જૂથનો છે.
ડાયાબિટીસ રોગના પ્રકાર
ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. ટાઇપ 1 અને ટાઇપ 2. નાની ઉંમરે થતા ડાયાબિટિસને ટાઇપ 1 ડાયાબિટીસ કહેવાય છે. આ રોગથી પીડિત વ્યક્તિને જીવવા માટે દરરોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની જરૂર પડે છે. આ રોગનો હજુ સુધી કોઈ નક્કર ઈલાજ નથી. જો કે આ રોગથી પીડિત લોકોને દવાઓ અને ઇંજેક્શન દ્વારા સારવાર કરી શકાય છે, તેમને ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની નિયમિત જરૂર રહે છે.
ભારતમાં ડાયાબિટીસની વર્તમાન પરિસ્થિતિ શું છે?
તાજેતરના IDF રિપોર્ટ અનુસાર, ભારતમાં 74 મિલિયન લોકો ડાયાબિટીસથી પીડિત છે. આ રોગના દર્દીઓની સંખ્યામાં વિશ્વમાં ભારત બીજા ક્રમે છે. 2045 સુધીમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા 12.50 મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. જો કેઆમાં સૌથી ચોંકાવનારી બાબતએ છે કે ભારતમાં અડધાથી વધુ ડાયાબિટીસથી પીડિત દર્દીઓ એટલે કે સાડા 7 કરોડ દર્દીઓ માંથી 3.94 કરોડ એટલે કે 53%થી વધુ દર્દીઓને સારવાર મળી રહી નથી. ભારતમાં 20 વર્ષથી ઓછી ઉંમરના 2.29 લાખથી વધુ લોકો ટાઇપ 1 ડાયાબિટીસથી પીડિત છે. જ્યારે અમેરિકામાં 1.57 લાખ લોકો અને બ્રાઝિલમાં 92,300 લોકોને ટાઇપ-1 ડાયાબિટીસ છે. 2021માં વિશ્વભરમાં ડાયાબિટીસને કારણે 67 લાખ મૃત્યુ થયા હતા.
પ્રકાર 1 ડાયાબિટીસ શું છે અને તેના લક્ષણો શું છે?
અતિશય તરસ, વારંવાર પેશાબ, ઝડપથી વજન ઘટવું, આ બધા ટાઇપ- 1 ડાયાબિટીસના મુખ્ય લક્ષણો છે. આ સિવાય થાક, વધુ પડતી ભૂખ અને ઝાંખી દ્રષ્ટિ પણ આ રોગના લક્ષણો છે. જ્યારે શરીરમાં ટાઇપ 1 ડાયાબિટીસ હોય ત્યારે ઇન્સ્યુલિન બનવાનું બંધ થઈ જાય છે. આ રોગ સામાન્ય રીતે નાના બાળકોમાં જોવાં મળે છે. પરંતુ કેટલીકવાર તે પુખ્ત વયના લોકો અને વૃદ્ધ લોકોને પણ થઈ શકે છે. વિશ્વના ઘણા દેશોમાં બાળકોમાં ટાઇપ 2 ડાયાબિટીસના કિસ્સાઓ પણ જોવા મળ્યા છે, ખાસ કરીને એવાં બાળકો જેઓ મેદસ્વિતાનો શિકાર છે. ટાઇપ -1 ડાયાબિટીસથી પીડિત લોકોને તેમના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવા માટે દરરોજ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે છે.


