ગૃહરાજ્યમંત્રી Harsh Sanghaviનો કોંગ્રેસના નેતાઓને વળતો જવાબ
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસના નેતાઓને વળતો જવાબ આપ્યો હતો. તેમજ ડ્રગ્સએ રાજનીતિનો વિષય નથી. તેમ જણાવ્યું હતું.
Advertisement
ગુજરાતની દરિયાઈ સીમા પર ફરી મોટી કાર્યવાહી ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા મધદરિયે મોટુ ઓપરેશન પાર પાડ્યું હતું. સંયુક્ત ઓપરેશન કરી 300 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. એટીએસ તેમજ કોસ્ટગાર્ડનાં ઓપરેશન મુદ્દે ગૃહરાજ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે. હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસે ખૂબ સારી કામગીરી કરી છે. પાકિસ્તાનથી આવતા ડ્રગ્સને ફરી પકડી પાડવામાં આવ્યું છે. ડ્રગ્સ પકડાયુ નથી પકડ્યું છે. તેમજ ખૂબ મહેનતથી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ કોંગ્રેસના નેતાઓને વળતો જવાબ આપ્યો હતો. જેમાં હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે, ડ્રગ્સએ રાજનીતિનો વિષય નથી. ડ્રગ્સ સામે અભિયાન નહીં જંગ છેડેલો છે.
Advertisement