Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad ના ચાંદખેડા વિસ્તારની MK શાહ મેડિકલ કોલજ વિવાદમાં

Ahmedabad:અમદાવાદની એમ.કે. શાહ મેડિકલ કોલેજમાં પીજી વિદ્યાર્થીઓ સાથે રેગિંગ અને માનસિક સતામણીનો ગંભીર મામલો સામે આવતા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે કોલેજ પ્રશાસન એક્શન મોડમાં આવ્યું છે અને જવાબદાર પ્રોફેસર વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
Advertisement

Ahmedabad: ચાંદખેડા વિસ્તારમાં આવેલી MK શાહ મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ (PG) વિદ્યાર્થીઓ સાથે રેગિંગ અને માનસિક સતામણીનો મામલો સામે આવ્યો છે. ઓર્થોપેડિક વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. તીર્થ પટેલ સામે 10 જેટલા વિદ્યાર્થીઓએ ગંભીર આરોપો કર્યા છે. આ વિદ્યાર્થીઓએ રેસિડન્ટ ડોક્ટર સંગઠન દ્વારા સોશિયલ મીડિયા અને ઈમેઈલ મારફતે તેમની વેદના વ્યક્ત કરી છે, જે વાયરલ થઈ રહી છે.વિદ્યાર્થીઓના આરોપો અનુસાર, ડૉ. તીર્થ પટેલ તેમને માનસિક ત્રાસ આપે છે.

અમદાવાદની MK શાહ મેડિકલ કોલેજમાં PG વિદ્યાર્થીઓ સાથે રેગિંગ અને સતામણીનો વિવાદ

આ મામલે કોલેજ પ્રશાસને તાત્કાલિક પગલાં લીધા છે. વિદ્યાર્થીઓના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની કમિટી રચવામાં આવી છે. તપાસને અસર ન થાય તે માટે ડૉ. તીર્થ પટેલને તાત્કાલિક રજા પર મોકલી દેવાયા છે. પ્રશાસન તરફથી જણાવાયું કે, ડૉ. પટેલનું નિવેદન લેવામાં આવ્યું છે અને ફરિયાદી વિદ્યાર્થીઓના નિવેદનો પણ લેવાની કાર્યવાહી ચાલુ છે. વિદ્યાર્થીઓના વાલીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.આ ઘટના પછી ફરિયાદ કરનારા 10 વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી ફરજ પર આવ્યા નથી. તેઓનું કહેવું છે કે આ ત્રાસથી તેઓનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×