દિલ્હી કેપિટલ્સની બસમાં MNSના કાર્યકર્તાઓ કરી તોડફોડ
ક્રિકેટ જગતની સૌથી રોમાંચક અને લોકોને મન ગમતી T20 ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ થોડા જ દિવસોમાં શરૂ થવા જઇ રહી છે. IPLની 15મી સિઝન શરૂ થવામાં હવે માત્ર થોડા દિવસો જ બાકી છે, ત્યારે એક નવો વિવાદ સામે આવ્યો છે. IPLની આ પૂરી સિઝન મહારાષ્ટ્રમાં આયોજિત કરવામાં આવી રહી છે. જ્યાં તમામ મેચ મુંબઈના 3 અને પૂણેના 1 સ્ટેડિયમમાં રમાશે. આ અંતર્ગત તમામ ટીમો મહારાષ્ટ્રમાં ભેગી થવા લાગી છે. મુંબઈમાં આ સિàª
Advertisement
ક્રિકેટ જગતની સૌથી રોમાંચક અને લોકોને મન ગમતી T20 ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ થોડા જ દિવસોમાં શરૂ થવા જઇ રહી છે. IPLની 15મી સિઝન શરૂ થવામાં હવે માત્ર થોડા દિવસો જ બાકી છે, ત્યારે એક નવો વિવાદ સામે આવ્યો છે.
IPLની આ પૂરી સિઝન મહારાષ્ટ્રમાં આયોજિત કરવામાં આવી રહી છે. જ્યાં તમામ મેચ મુંબઈના 3 અને પૂણેના 1 સ્ટેડિયમમાં રમાશે. આ અંતર્ગત તમામ ટીમો મહારાષ્ટ્રમાં ભેગી થવા લાગી છે. મુંબઈમાં આ સિઝનની તમામ ટીમો ભેગી થાય તે પહેલા જ એક વિવાદ ઉભો થઇ ગયો છે. જે બાદ રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરોએ મહારાષ્ટ્રમાં હંગામો મચાવ્યો હતો. જ્યારે દિલ્હી કેપિટલ્સની ટીમ મુંબઈ પહોંચી, ત્યારે તેમની હોટલની બહાર પાર્ક કરેલી ખાલી બસ પર ભારે હુમલો કરવામાં આવ્યો અને તોડફોડ કરવામાં આવી. આ તોડફોડ બીજા કોઈએ નહીં પણ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ કરી હતી. મુંબઈમાં સ્થિતિ દિલ્હી કેપિટલ્સની એક બસ ફાઈવ સ્ટાર હોટલની બહાર ઊભી રાખવામાં આવી હતી, જેમાં MNS અને વાહતુક સેના (ટ્રાન્સપોર્ટ વિંગ)ના કેટલાક લોકો મંગળવારે મધરાતની આસપાસ બસમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું.
આ કાર્યકર્તાઓ બસના કાચ તોડી નાખ્યા અને બસ પર પોતાની માંગણીઓના પોસ્ટર પણ લગાવી દીધા. તેમની માંગ છે કે IPLમાં ટીમો દ્વારા લાવવામાં આવતી બસ બહારથી કેમ આવી રહી છે. તેમણે બહારના રાજ્યમાંથી બસ લાવવાને બદલે મહારાષ્ટ્રમાં જ ભાડે લીધી હોત. IPL 2021 માં, દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને રહી હતી પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે એલિમિનેશન રાઉન્ડમાં હારી ગઈ હતી. આ વખતે પણ આ ટીમનો કેપ્ટન રિષભ પંત હશે.
Advertisement


