Gujarat Mockdrills : આવતીકાલે ગુજરાતના 15 જિલ્લામાં મોકડ્રીલ યોજાશે
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપ્યો છે મોકડ્રીલનો આદેશ કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં આજે બેઠક ગાંધીનગરથી મુખ્ય સચિવ બેઠકમાં VCથી જોડાશે આવતીકાલે ગુજરાતના 15 જિલ્લામાં મોકડ્રીલ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોકડ્રીલનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં આજે બેઠક...
12:10 PM May 06, 2025 IST
|
SANJAY
- કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપ્યો છે મોકડ્રીલનો આદેશ
- કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં આજે બેઠક
- ગાંધીનગરથી મુખ્ય સચિવ બેઠકમાં VCથી જોડાશે
આવતીકાલે ગુજરાતના 15 જિલ્લામાં મોકડ્રીલ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોકડ્રીલનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં આજે બેઠક યોજાશે. ગાંધીનગરથી મુખ્ય સચિવ બેઠકમાં VCથી જોડાશે. મુખ્ય સચિવ સહિતના અધિકારી હાજર રહેશે. પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોક ડ્રીલ કરવા આદેશો જારી કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તેનું આયોજન 7 મે એટલે કે આવતીકાલે કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, નાગરિકોને હુમલા દરમિયાન બચવા માટે તાલીમ આપવામાં આવશે. આ મોકડ્રીલ 244 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે. તેનો ઉદ્દેશ નાગરિક સંરક્ષણ માટે વધુ સારી તૈયારીઓ કરવાનો છે. દેશમાં છેલ્લી મોકડ્રીલ 1971 માં યોજાઈ હતી.
Next Article