Ahmedabad CP ઓફિસમાં પોલીસ જવાનો માટે આધુનિક જિમ શરૂ
Ahmedabad: અમદાવાદ પોલીસ હવે કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથે સાથે પોલીસ જવાનોની ફિટનેસ પર પણ વિશેષ ફોકસ કરી રહી છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, શાહીબાગ હેડક્વાર્ટર ખાતે અમદાવાદ સીપી ઓફિસમાં પોલીસ જવાનો માટે એક અત્યાધુનિક અને આધુનિક જિમ શરૂ કરવામાં આવ્યું છે.
Advertisement
- Ahmedabad CP ઓફિસમાં પોલીસ જવાનો માટે આધુનિક જિમ શરૂ
- ગૃહ સચિવ અને પોલીસ કમિશનરના હસ્તે જિમનું ઉદ્ઘાટન થયું
- પોલીસની ફિટનેસ માટે ‘મેજિક જ્યુસ’ અને પૌષ્ટિક આહાર પર ભાર
- અભિયાન હેઠળ અનેક પોલીસકર્મીઓએ નોંધપાત્ર વજન ઘટાડ્યું
- શાહીબાગ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો માટે જીમની ભેટ
Ahmedabad: અમદાવાદ પોલીસ હવે કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સાથે સાથે પોલીસ જવાનોની ફિટનેસ પર પણ વિશેષ ફોકસ કરી રહી છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા, શાહીબાગ હેડક્વાર્ટર ખાતે અમદાવાદ સીપી ઓફિસમાં પોલીસ જવાનો માટે એક અત્યાધુનિક અને આધુનિક જિમ શરૂ કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન ગૃહ સચિવ અને પોલીસ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું હતું. પોલીસકર્મીઓની શારીરિક ક્ષમતા વધારવા અને ફિટનેસ જાળવવા માટે શરૂ કરવામાં આવેલા આ અભિયાન હેઠળ 'મેજિક જ્યુસ' અને પૌષ્ટિક આહાર લેવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલના પરિણામે અગાઉ પણ અનેક પોલીસકર્મીઓએ નોંધપાત્ર વજન ઘટાડવામાં સફળતા મેળવી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


