MODI સરકારે ખેડૂતોને આપી દિવાળીની ભેટ, 6 રવિ પાકના વધાર્યા ભાવ
દિવાળી પહેલા નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારે ખેડૂતો (Farmers)ને ભેટ આપી છે. કેન્દ્ર સરકારે મંગળવારે 2023-24 સીઝન માટે છ રવિ પાક (Rabi Crop) માટે લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી હતી. એક મોટો નિર્ણય લેતા સરકારે ઘઉંના MSPમાં 110 રૂપિયા અને જવના MSPમાં 100 રૂપિયાનો વધારો કર્યો છે. આ રીતે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે.આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠક મળીમંગળવારે વડા પ્રધાન નરેન્દ્
09:33 AM Oct 18, 2022 IST
|
Vipul Pandya
દિવાળી પહેલા નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારે ખેડૂતો (Farmers)ને ભેટ આપી છે. કેન્દ્ર સરકારે મંગળવારે 2023-24 સીઝન માટે છ રવિ પાક (Rabi Crop) માટે લઘુત્તમ ટેકાના ભાવને મંજૂરી આપી હતી. એક મોટો નિર્ણય લેતા સરકારે ઘઉંના MSPમાં 110 રૂપિયા અને જવના MSPમાં 100 રૂપિયાનો વધારો કર્યો છે. આ રીતે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે.
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠક મળી
મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠક મળી હતી. બેઠક બાદ મીડિયાને સંબોધતા કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે ઘઉંની MSP રૂ. 110, જવ રૂ. 100, ચણા રૂ. 105, મસૂર રૂ. 500 છે. રેપસીડ અને સરસવના ભાવમાં રૂ. 400 અને કુસુમમાં રૂ. 209નો વધારો થયો છે.
ન્યૂનતમ ટેકાના ભાવ શું છે
લઘુત્તમ ટેકાના ભાવ એ દર છે કે જેના પર સરકાર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે. હાલમાં, સરકાર 23 ખરીફ અને રવિ પાક માટે MSP નક્કી કરે છે. રવી (શિયાળુ) પાકની વાવણી ખરીફ (ઉનાળુ) પાકની લણણી પછી તરત જ ઓક્ટોબરમાં શરૂ થાય છે. ઘઉં અને સરસવ મુખ્ય રવિ પાક છે.
શું કહ્યું સરકારે
સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માર્કેટિંગ સીઝન 2023-24 માટે રવિ પાક માટે MSPમાં વધારો કેન્દ્રીય બજેટ 2018-19ની જાહેરાતને અનુરૂપ છે. જેમાં એમએસપી એ લીઝ લેવલ પર ઓલ ઈન્ડિયા વેઈટેડ એવરેજ પ્રોડક્શન કોસ્ટના 1.5 ગણા નક્કી કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ્ય ખેડૂતોને યોગ્ય મહેનતાણું આપવાનો છે.
આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા નિર્ણય
સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “સરકારની પ્રાથમિકતા તેલીબિયાં અને કઠોળના ઉત્પાદનમાં વધારો કરવાની છે અને આ રીતે આત્મનિર્ભર ભારતના ઉદ્દેશ્યને પૂર્ણ કરવાની છે.
Next Article