ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મંકી પોક્સ સ્મોલ પોક્સથી બિલકુલ અલગ, જાણો કેવી રીતે રાખશો સાવધાની?

મંકી પોક્સને ઘણા લોકો સ્મોલ પોક્સ સાથે સરખાવે છે. પરંતુ નિષ્ણાંતો કહે છે કે મંકી પોક્સ એ સ્મોલ પોક્સથી બિલકુલ અલગ છે. મંકી પોક્સનો વાયરસ મોટેભાગે જાનવરોમાંથી મનુષ્યમાં ફેલાય છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં મંકી પોક્સ ફેલાવવાની શક્યતા સાવ નહીવત્ છે. અને હજુ સુધી મંકી પોક્સનો કોઇ જ ચોક્કસ ઇલાજ શોધાયો નથી..સમગ્ર વિશ્વ હજુ કોરોના મહામારીના પ્રકોપમાંથી સંપૂર્ણ બહાર આવ્યું નથી કે àª
01:36 PM May 24, 2022 IST | Vipul Pandya
મંકી પોક્સને ઘણા લોકો સ્મોલ પોક્સ સાથે સરખાવે છે. પરંતુ નિષ્ણાંતો કહે છે કે મંકી પોક્સ એ સ્મોલ પોક્સથી બિલકુલ અલગ છે. મંકી પોક્સનો વાયરસ મોટેભાગે જાનવરોમાંથી મનુષ્યમાં ફેલાય છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં મંકી પોક્સ ફેલાવવાની શક્યતા સાવ નહીવત્ છે. અને હજુ સુધી મંકી પોક્સનો કોઇ જ ચોક્કસ ઇલાજ શોધાયો નથી..સમગ્ર વિશ્વ હજુ કોરોના મહામારીના પ્રકોપમાંથી સંપૂર્ણ બહાર આવ્યું નથી કે àª
મંકી પોક્સને ઘણા લોકો સ્મોલ પોક્સ સાથે સરખાવે છે. પરંતુ નિષ્ણાંતો કહે છે કે મંકી પોક્સ એ સ્મોલ પોક્સથી બિલકુલ અલગ છે. મંકી પોક્સનો વાયરસ મોટેભાગે જાનવરોમાંથી મનુષ્યમાં ફેલાય છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં મંકી પોક્સ ફેલાવવાની શક્યતા સાવ નહીવત્ છે. અને હજુ સુધી મંકી પોક્સનો કોઇ જ ચોક્કસ ઇલાજ શોધાયો નથી..
સમગ્ર વિશ્વ હજુ કોરોના મહામારીના પ્રકોપમાંથી સંપૂર્ણ બહાર આવ્યું નથી કે એક નવી અને દુર્લભ બીમારીએ દસ્તક દીધી છે. આ બીમારી એટલે મંકી પોક્સ. આ બીમારી બ્રિટન, ઇટલી, પોર્ટુગલ, સ્પેન, સ્વીડન અને અમેરિકામાં ફેલાઇ રહી છે. રાહતની વાત એ છે અત્યાર સુધી ભારતમા આ બીમારીનો એકપણ કેસ સામે આવ્યો નથી.
 વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં જ એક બેઠક બોલાવી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર મંકી પોક્સમાં સામાન્ય રીતે તાવ, અને  સ્કિન પર દાણા જોવા મળે છે. આનાથી અનેક પ્રકારના કોમ્લીકેશન્સ પણ જોવા મળી શકે છે. 
  • સત્તાવાર અને સંદિગ્ધ થઇને 100થી વધુ કેસ
  • મંકીપોક્સથી મોતની ટકાવારી હાલ 3 થી 6 ટકા
જો આપણે આંકડાઓની વાત કરીએ તો 100થી વધુ સંદિગ્ધ અને પુષ્ટ મામલા મળ્યા છે. બીજીતરફ કેનેડા, ઓસ્ટ્રેલિયા, અને ફ્રાંસ જેવા દેશોમાં આ બીમારીના શંકાસ્પદ સેમ્પલની તપાસ  કરવામાં આવી રહી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ બીમારીથી મૃત્યુની સંભાવના  3 થી 6 ટકા જેટલી છે.  
  • મંકી પોક્સ સ્મોલ પોક્સથી બિલકુલ અલગ
  • મંકી પોક્સમાં મહદ અંશે જાનવરોથી સંક્રમણ 
  • ડબલ  સ્ટ્રૈંન્ડડ ડીએનએ વાયરસ છે મંકી પોક્સ 
મંકી પોક્સને ઘણા લોકો સ્મોલ પોક્સ સાથે સરખાવે છે. પરંતુ નિષ્ણાંતો કહે છે કે મંકી પોક્સ એ સ્મોલ પોક્સથી બિલકુલ અલગ છે. મંકી પોક્સ એક અતિ દુર્લભ બીમારી છે. જે જાનવરોમાંથી મનુષ્યમાં ફેલાનારા વાયરસને કારણે થાય છે. મંકી પોક્સનો જે વાયરસ છે. તે એક ડબલ સ્ટ્રૈંન્ડડ ડીએનએ વાયરસ છે. જેનો સંબંધ ઓર્થો પોક્સવાયરસ જીન્સ સાથે છે. આ વાયરસનો પરિવાર પોક્સવિરેડે પરિવાર સાથે સંબંધિત છે. શોધકર્તાઓનું એ માનવું છે કે આ વાયરસ ઉંદર, ગીલોરી, બુશ મીટમાં જોવા મળે છે. જો કે આના પર હજુ શોધ ચાલુ છે. 
  • જો કોઇને મંકી પોક્સ હોય તો તેનાથી અંતર જાળવવું 
  • આવી વ્યક્તિ નજીકમાં હોય તો માસ્ક અવશ્ય પહેરવું 
  • આસપાસનું વાતાવરણ સ્વચ્છ અને હાઇજીનવાળું રાખવું 
 
આમ જોવા જઇએતો આ બીમારી  ખુબજ સરળતાથી ફેલાય છે. આનો સંક્રમણ દર પણ ખુબજ વધારે છે. માટે જો કોઇ વ્યક્તિને મંકી પોક્સ હોય તો તેનાથી 2 ગજનું અંતર જાળવી રાખવું અને માસ્ક અવશ્ય પહેરવું આ બીમારીનો કોઇ પ્રમાણિત ઇલાજ નથી. તબીબો કહે છે કે આ બીમારીથી બચવા માટે આપ આપના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પોતાની આસપાસ  સાફ સફાઇ એટલે કે હાઇજીનવાળું વાતાવરણ બનાવી રાખો. અને સાથેજ સંક્રમિત વ્યક્તિથી દુર રહો 
Tags :
AleartGujaratFirstmonkeypox
Next Article