મહારાજા કૃષ્ણકુમારસિંહજીને 'ભારત રત્ન'થી નવાજવા મોરારીબાપુનું સૂચન
ગઇ કાલે ભાવનગર શહેરે પોતાનો 300મો જન્મ દિવસ ઉજવ્યો હતો. ત્યારે ભાવનગરના પૂજ્ય સંત મોરારી બાપુએ ભાવનગર રાજ્યના મહારાજાનું ગૌરવ વધે તે માટે એક કેન્દ્ર સરકારને એક મહત્ત્વનું સૂચન કર્યુ હતું તેમણે સમગ્ર ભાવનગર વાસીઓ તરફથી તેવી લોક લાગણી વ્યક્ત કરતાં ભાવનગરના પ્રજા વત્સલ્ય મહારાજા કૃષ્ણ કુમારસિંહજીને 'ભારત રત્ન'થી નવાજવા મોરારી બાપુની માંગ કરી છે. આ અંગે તેમણે સરકારને સૂચન કર્યું àª
Advertisement
ગઇ કાલે ભાવનગર શહેરે પોતાનો 300મો જન્મ દિવસ ઉજવ્યો હતો. ત્યારે ભાવનગરના પૂજ્ય સંત મોરારી બાપુએ ભાવનગર રાજ્યના મહારાજાનું ગૌરવ વધે તે માટે એક કેન્દ્ર સરકારને એક મહત્ત્વનું સૂચન કર્યુ હતું તેમણે સમગ્ર ભાવનગર વાસીઓ તરફથી તેવી લોક લાગણી વ્યક્ત કરતાં ભાવનગરના પ્રજા વત્સલ્ય મહારાજા કૃષ્ણ કુમારસિંહજીને 'ભારત રત્ન'થી નવાજવા મોરારી બાપુની માંગ કરી છે. આ અંગે તેમણે સરકારને સૂચન કર્યું છે
કૃષ્ણકુમારસિંહજીને 'ભારત રત્ન'થી નવાજવા મોરારી બાપુની માંગ
આ અગાઉ પણ અનેક સંસ્થાઓ પણ ભારતરત્ન મળે તેવી માંગ કરતા કહ્યું કે" ભાવનગર રાજ્યના એક નાના ગામનાં નિવાસી તરીકે હું ઈચ્છું કે ભાવનગરના એ મહારાજા સાહેબ કે જેમણે સમગ્ર દેશમાં સૌથી પહેલું પોતાનું રાજ્ય અર્પણ કરેલું. તેવા નેક દિલ નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મરણોત્તર ભારતરત્નથી સન્માનવા જોઈએ. એટલું જ નહીં ભાવનગરના એરપોર્ટને વિકસિત કરીને તેની સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ જોડવું જોઈએ એવું મારું નમ્ર સુચન છે. "
ભાવનગરનું એરપોર્ટનું આધુનિકરણ અને તેને નવું નામાભિધાન કરાશે
ભાવનગર શહેરનો ગઇ કાલે 300મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રંસેગે લોકો અને શુભેચ્છકોએ અને ભાવેણાવાસીઓ આ દિવસની શુભકામનાઓ આપી હતી. પૂજ્ય મોરારીબાપુએ ઉત્તર પ્રદેશના લલિતપુરથી સમગ્ર આયોજન માટે મંત્રી જીતુભાઈ વાઘાણીને આ પ્રસંગે અભિનંદન આપ્યાં હતાં. સાથોસાથ મોરારીબાપુએ આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે એક નમ્ર સુચન પણ કર્યું કે આઝાદીનો અમૃત મહોત્સવ અને ભાવનગરનો જન્મદિવસ તે નિમિત્તે મારા મનમાં એક નમ્ર વિચાર જન્મે છે કે આજે ભાવનગર શહેર તેમનો 300મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. આ ઉજવણીના ભાગીદાર થવા માટે દેશ દુનિયાના અનેક લોકો ભાગીદાર થયાં છે. અને ભાવનગરને તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવી છે.
કોણ હતાં પ્રજા વત્સવ્ય રાજવી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી?
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહનો જન્મ 19 મે 1912ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ બીજાંના સૌથી મોટા પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ 1919માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત 7 વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ 1931 સુધી શાસનની કર્યું હતું. 1974માં ભારતની આઝાદી બાદ જ્યારે સરદાર વલ્લભાઇ પટેલ માટે સૌથી અધરું કામ વિવિધ રાજ રજવાડાના વિલિનીકરણનો હતો.
1700 પાદર ભારત સરકારને સોપ્યાં હતા
અને તેમણે રજવાડા વિલિનીકરણની યોજના બનાવી ત્યારે આ વિલિનીકરણમાં સૌ પ્રથમ કૃષ્ણકુમાર સિંહજીએ સૌ પ્રથમ પોતાનું રજવાડું સોંપ્યું હતું.સરદાર પટેલ જયારે સહી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહ પાસે આવે છે ત્યાંરે મહારાજા સરદારને જે વાક્યો કહ્યાં તે આજે પણ ભારતીય ઇતિહાસમાં અમર વાક્યો છે કે તેમણે કહ્યું કે "વલ્લભભાઈ આ ભાવનગર રાજ્ય અને તેની સંપત્તિ હું પ્રજાના કલ્યાણ માટે ભારત સરકારને સોંપુ છું" એમ કહીને તેમણે 1700 પાદર ભારત સરકારને સોપ્યા હતાં. પ્રજાલક્ષી રાજવી 2 એપ્રિલ, 1965ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન પામ્યા. તેમના અવસાનના સમાચાર વાયુવેગે ભાવનગરમાં પ્રસરી ગયા અને આ મહારાજાના માનમાં આખુય ભાવનગર સ્વયંભૂ, જડબેસલાક બંધ હતું. આ રાજા પ્રત્યે લોકોને એટલું માન હતું કે લોકોએ શોક પાળ્યો હતો.


