Morbi : મોરબી હળવદમાં નપામાં મહિલા પ્રમુખના પતિનું રાજ
Morbi: મોરબીની હળવદ નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિના સ્થાને તેમના પતિનું શાસન ચાલતું હોય તેવી સ્થિતિ સર્જાતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. તાજેતરમાં રોડની નબળી કામગીરી મુદ્દે થયેલા વિવાદમાં મહિલા પ્રમુખના બદલે તેમના પતિ વિશાલ રાવલે જાહેરમાં આવી સફાઈ આપી હતી.
Advertisement
- Morbi હળવદમાં નપામાં મહિલા પ્રમુખના પતિનું રાજ
- રોડની નબળી કામગીરી મુદ્દે પ્રમુખના પતિએ આપી સફાઈ
- મહિલા પ્રમુખના બદલે પતિ વિશાલ રાવલે કર્યો ખુલાસો
- વીડિયોમાં ઉપપ્રમુખની હાજરીમાં પ્રમુખ પતિએ આપી દલીલો
- ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિના સ્થાને પતિના રાજની ચર્ચા
Morbi: મોરબીની હળવદ નગરપાલિકામાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિના સ્થાને તેમના પતિનું શાસન ચાલતું હોય તેવી સ્થિતિ સર્જાતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. તાજેતરમાં રોડની નબળી કામગીરી મુદ્દે થયેલા વિવાદમાં મહિલા પ્રમુખના બદલે તેમના પતિ વિશાલ રાવલે જાહેરમાં આવી સફાઈ આપી હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, ઉપપ્રમુખની હાજરીમાં જ પ્રમુખ પતિ વહીવટી ખુલાસો કરી રહ્યા છે, જેને પગલે 'શું માત્ર અનામત બેઠકો માટે જ મહિલાઓનો ઉપયોગ થાય છે?' તેવા સવાલો ઉઠી રહ્યા છે. ચૂંટાયેલા પ્રતિનિધિના બદલે તેમના પતિ દ્વારા કરવામાં આવતા દખલગીરીભર્યા વહીવટને લઈને સ્થાનિક સ્તરે ભારે ટીકા થઈ રહી છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


