Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

મોરબીમાં રહસ્યમય કૂવો બન્યો ચર્ચાનો વિષય, પાણી આપમેળે થવા લાગ્યું હાલક-ડોલક

Morbi News: મોરબી (Morbi) તાલુકાના વીરપરડા (Virparda) ગામે આવેલા એક રહસ્યમય કૂવામાંથી એક અચરજ પમાડે તેવી કુદરતી ઘટના સામે આવી છે. કૂવામાં રહેલું પાણી કોઈ પણ દેખીતા કારણ વગર આપમેળે ઉછળવા અને હાલક-ડોલક થવા લાગતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે કૌતુક અને...
Advertisement
Morbi News: મોરબી (Morbi) તાલુકાના વીરપરડા (Virparda) ગામે આવેલા એક રહસ્યમય કૂવામાંથી એક અચરજ પમાડે તેવી કુદરતી ઘટના સામે આવી છે. કૂવામાં રહેલું પાણી કોઈ પણ દેખીતા કારણ વગર આપમેળે ઉછળવા અને હાલક-ડોલક થવા લાગતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે કૌતુક અને આશ્ચર્ય ફેલાયું છે. બે દિવસ અગાઉ બનેલી આ ઘટના બાદ વચ્ચે થોડો સમય હલચલ શાંત પડી હતી, પરંતુ ગત બપોરથી કૂવાના પાણીમાં ફરીથી તે જ પ્રકારે વિચિત્ર હલચલ શરૂ થઈ જતાં સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

બે દિવસ બાદ ફરી બપોરે 3 વાગ્યે શરૂ થઈ રહસ્યમય હલચલ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વીરપરડા (Virparda) ગામના આ કૂવામાં બે દિવસ પહેલાં સૌપ્રથમવાર પાણીમાં ઉકાળા આવતા હોય તે પ્રકારની હલચલ જોવા મળી હતી. તે ઘટના બાદ ગતકાલ બપોર સુધી કૂવાનું પાણી સામાન્ય થઈ ગયું હતું. પરંતુ, ગતકાલે બપોરે 3 વાગ્યાના અરસપરસમાં કૂવાનું પાણી ફરીથી આપમેળે ઉછળવા લાગ્યું હતું અને અંદર ભારે હલચલ શરૂ થઈ ગઈ હતી. કૂવામાં અચાનક થતી આ પ્રકારની પ્રવૃત્તિ જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.
Tags :
Advertisement

.

×