રાજ્યભરમાં 33 હજારથી વધુ ખાનગી તબીબો આજે હડતાળ પર
રાજ્યમાં આજે ખાનગી તબીબો હડતાળ પર ઉતર્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આઇસીયુ રાખવા માટે તંત્ર દ્વારા નોટિસ અપાતા ખાનગી તબીબો તેનો વિરોધ કરી રહ્યા છે. ફાયર એનઓસી તથા આઇસીયુમાં નવા નિયમો સહિત વિવિધ મુદ્દાનો ખાનગી તબીબો વિરોધ કરી રહ્યા છે. આ નિયમોના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ઇન્ડીયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા ખાનગી તબીબોને એક દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. રાજ્યના 33 હજાર જેટà
06:02 AM Jul 22, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં આજે ખાનગી તબીબો હડતાળ પર ઉતર્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આઇસીયુ રાખવા માટે તંત્ર દ્વારા નોટિસ અપાતા ખાનગી તબીબો તેનો વિરોધ કરી રહ્યા છે.
ફાયર એનઓસી તથા આઇસીયુમાં નવા નિયમો સહિત વિવિધ મુદ્દાનો ખાનગી તબીબો વિરોધ કરી રહ્યા છે. આ નિયમોના વિરોધમાં સમગ્ર રાજ્યમાં ઇન્ડીયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા ખાનગી તબીબોને એક દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. રાજ્યના 33 હજાર જેટલા તબીબોએ આજે હડતાળ પર ઉતરી ગયા છે.
જો કે ઇમરજન્સીની સ્થિતિમાં તબીબો દર્દીને સ્ટેબલ કરીને તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડશે. તબીબોએ કહ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર આઇસીયુ રાખવાથી અનેક સમસ્યા સર્જાઇ શકે છે. જેનાથી દર્દીઓના આરોગ્ય સામે જોખમ ઉભુ થશે. ઇન્ફેક્શન પણ થઇ શકે છે. આ મામલે તબીબો દ્વારા અગાઉ પણ રજૂઆતો કરાઇ હતી પણ કોઇ નિર્ણય ના લેવાતા આખરે તબીબો હડતાળ પર ઉતરી ગયા છે.
ઇમરજન્સી અને ઓપીડી સારવારથી તબીબો આજે અળગા રહ્યા છે.
Next Article