અમેરિકાના ટેક્સાસમાં મોટી દુર્ઘટના, ટ્રકમાં મળી આવ્યા 40થી વધુ શબ
અમેરિકાના ટેક્સાસમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ટેક્સાસ રાજ્યના સેન એન્ટોનિયો શહેરમાં એક ટ્રકની અંદરથી 40થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ત્યાંના કાયદા અમલીકરણ અધિકારી (Law Enforcement Officer)એ આ ઘટના વિશે જણાવ્યું છે.સાન એન્ટોનિયોના KSAT ટેલિવિઝને સાન એન્ટોનિયો પોલીસ સૂત્રોને ટાંકીને ટ્રકની અંદર 42 લોકોના મોત થયાની જાણ કરી હતી. KSATએ જણાવ્યું હàª
04:59 AM Jun 28, 2022 IST
|
Vipul Pandya
અમેરિકાના ટેક્સાસમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ટેક્સાસ રાજ્યના સેન એન્ટોનિયો શહેરમાં એક ટ્રકની અંદરથી 40થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ત્યાંના કાયદા અમલીકરણ અધિકારી (Law Enforcement Officer)એ આ ઘટના વિશે જણાવ્યું છે.
સાન એન્ટોનિયોના KSAT ટેલિવિઝને સાન એન્ટોનિયો પોલીસ સૂત્રોને ટાંકીને ટ્રકની અંદર 42 લોકોના મોત થયાની જાણ કરી હતી. KSATએ જણાવ્યું હતું કે, આ ટ્રક શહેરના દક્ષિણ બહારના દૂરના વિસ્તારમાં રેલ્વે ટ્રેકની બાજુમાં મળી આવી હતી. એક KSAT રિપોર્ટર દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં પોલીસ વાહનો અને એમ્બ્યુલન્સ એક મોટી ટ્રકની આસપાસ જોવા મળે છે. આ મામલામાં ગ્રેગ એબોટ નામના વ્યક્તિએ ટ્વીટ કરીને ત્યાંની બાઇડેન સરકાર પર આંગળી ચીંધી છે. જોકે, હજુ સુધી આનું કારણ બહાર આવ્યું નથી.
સાન એન્ટોનિયો ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, તેમને ટ્રકમાં "મૃતદેહોના ઢગલા" મળ્યા હતા. ટ્રકમાં પાણીના નિશાન મળ્યા નથી. વિભાગે જણાવ્યું હતું કે, ટ્રકની અંદર મળી આવેલા અન્ય સોળ લોકોને હીટ સ્ટ્રોક અને થાકી ગયા હોવાના કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાં ચાર સગીરો સામેલ હતા. પરંતુ મૃતકોમાં કોઈ બાળક નહોતું. સાન એન્ટોનિયો ફાયર ચીફ ચાર્લ્સ હૂડે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "અમે જે દર્દીઓ જોયા હતા તેઓ ગરમ હતા, તેઓ હીટ સ્ટ્રોક, થાકથી પીડાતા હતા." "આ રેફ્રિજરેટેડ ટ્રેક્ટર-ટ્રેલર હતું. પરંતુ રિગ પર કોઈ A/C યુનિટ કામ કરતું જોવા મળ્યું ન હતું."
સિટી પોલીસ ચીફ વિલિયમ મેકમેનસે જણાવ્યું હતું કે, નજીકની બિલ્ડિંગમાં કામ કરતા એક વ્યક્તિએ મદદ માટે બૂમો સાંભળી હતી. જે બાદ તે બહાર આવ્યો હતો. તેણે ટ્રેલરના દરવાજા આંશિક રીતે ખુલ્લા જોયા. અંદર તેણે ઘણા મૃતદેહો જોયા. જે બાદ પોલીસને માહિતી આપવામાં આવી હતી. વળી, અધિકારીઓએ કહ્યું કે આ ઘટનાના સંબંધમાં ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે.
Next Article