ભાવનગરમાં ગેરકાયદે ઢોરવાડો બનાવી 50થી વધુ ઢોર પૂર્યા, 30ના મોત
ભાવનગરના વલ્લભીપુરથી એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. વલ્લભીપુર શહેરમાં માત્ર 3 દિવસમાં 30 ગૌવંશના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યાં છે. જેને લઈને અત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
05:47 PM Jan 23, 2025 IST
|
Hardik Shah
- ભાવનગરમાં ગેરકાયદે ઢોરવાડામાં 30 ગાયના મોતથી હાહાકાર
- વલ્લભીપુરમાં બની બેઠેલી ખેડૂત સમિતિ પર ગૌ પ્રેમીનો આરોપ
- "બની બેઠેલી ખેડૂત સમિતિ ગૌ રક્ષક નહીં ગૌ ભક્ષક છે"
- ગેરકાયદે ઢોરવાડો બનાવીને 50થી વધુ ઢોર પુર્યાઃ ગૌ પ્રેમી
- "20 બાય 20ની નાનકડી જગ્યામાં 50થી વધુ ગાયો ભરી રાખી"
- ખીચોખીચ ઢોર ભરી રાખતા 30 ગાયના મોત થયાઃ ભરત ચાવડા
- ખેડૂત સમિતિ મૃત પશુઓની પણ દરકાર ન લેતી હોવાનો આરોપ
- ગૌ પ્રેમીએ રોગચાળો ફાટી નીકળવાની પણ વ્યક્ત કરી દહેશત
ભાવનગરના વલ્લભીપુરથી એક મહત્વના સમાચાર સામે આવ્યાં છે. વલ્લભીપુર શહેરમાં માત્ર 3 દિવસમાં 30 ગૌવંશના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યાં છે. જેને લઈને અત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી વિગતો પ્રમાણે વલ્લભીપુર શહેરમાં ગેરકાયદેસર ઢોરવાડો બનાવી 50 થી વધુ ઢોરને પૂરવામાં આવ્યાં હતાં. જેમાંથી 30 ગૌવંશનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
Next Article