ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આખરે નવનીત રાણા અને રવિ રાણાને જેલમાંથી મળી મુક્તિ, ચેકઅપ માટે લીલાવતી હોસ્પિટલ લઈ જવાયા

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લાઉડ સ્પીકર અને હનુમાન ચાલીસાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એક બાજુ રાજ ઠાકરે લાઉડ સ્પીકરને લઈને મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ નવનીત રાણા અને તેમના પતી હનુમાન ચાલીસાને લઈને ચર્ચામાં છે. જેના પગલે મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલી વધી ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી સામે નવનીત રાણાએ હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હત
10:01 AM May 05, 2022 IST | Vipul Pandya
મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લાઉડ સ્પીકર અને હનુમાન ચાલીસાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. એક બાજુ રાજ ઠાકરે લાઉડ સ્પીકરને લઈને મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ નવનીત રાણા અને તેમના પતી હનુમાન ચાલીસાને લઈને ચર્ચામાં છે. જેના પગલે મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલી વધી ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘર માતોશ્રી સામે નવનીત રાણાએ હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હત

મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી લાઉડ સ્પીકર અને હનુમાન ચાલીસાને લઈને
વિવાદ ચાલી રહ્યો છે. એક બાજુ રાજ ઠાકરે લાઉડ સ્પીકરને લઈને મેદાનમાં ઉતર્યા છે તો
બીજી તરફ નવનીત રાણા અને તેમના પતી હનુમાન ચાલીસાને લઈને ચર્ચામાં છે. જેના પગલે
મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલી વધી ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના
ઘર માતોશ્રી સામે નવનીત રાણાએ હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ
પછી તેણે તે પ્લાન રદ્દ કર્યો હતો. પરંતુ તેના કેટલાક નિવેદનના પગલે મહારાષ્ટ્ર
સરકારે તેની ધરપકડ કરી હતી. છેલ્લા 12 દિવસથી જેલમાં રહેલા રાણા દંપતિ આખરે આજે
જેલમાંથી મુક્ત થયા છે.

javascript:nicTemp();

હનુમાન ચાલીસા વિવાદમાં સાંસદ નવનીત રાણાને ગુરુવારે મુંબઈની બાયકુલા
જેલમાંથી મુક્ત કરવામાં આવી છે. તેના પછી તેને ચેક અપ માટે લીલાવતી હોસ્પિટલ લઈ
જવામાં આવી છે. બુધવારે મુંબઈની કોર્ટે નવનીત રાણા અ તેમના પતિને જામીન પર છોડવાનો
આદેશ આપ્યો હતો. રાણા દંપતિને 50-50 હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.
નવનિત રાણાના વકીલે તેમના જામીનની એક અરજી ભાયખલા જેલની બહાર રાખવામાં આવેલી જામીન
પેટીમાં રાખી હતી . નવનીત રાણા અને રવિ રાણાને બુધવારે સવારે જામીન મળ્યા હતા.
પરંતુ તેને તેમને બુધવારે જેલમાંથી મુક્ત કરવામાં 
ન આવ્યા કારણ કે તેમના જામીન માટેના આદેશ સંબંધીત ડોક્યુમેન્ટ સમય ઉપર
મળ્યા ન હતા.

javascript:nicTemp();

સાંસદ દંપતીની 23 એપ્રિલે મુંબઈના તેમના
નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જાહેરાત કરી હતી કે તેઓ બાંદ્રા સ્થિત
ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરશે. રાજદ્રોહ અને દુશ્મનાવટને
પ્રોત્સાહન આપવાના આરોપસર ધરપકડ કરાયેલ નવનીત રાણાને બુધવારે ભાયખલા જેલમાંથી
સ્પોન્ડિલોસિસની સારવાર માટે જેજે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યી હતી. બાદમાં સાંજે
તેને પરત જેલમાં લઈ જવામાં આવી હતી.

 

Tags :
GujaratFirsthanumanchalisacontroversyLilavatiHospitalMaharashtraGovermentNavneetRanaRaviRana
Next Article