ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મુકેશ અંબાણી અત્યાર સુધીનો સૌથી IPO કરશે લોન્ચ, JIOની થશે ધમાકેદાર એન્ટ્રી

આજે જે લોકો IPOમાં રોકાણ કરી રહ્યા છે તેના માટે ખુબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. જી હા હવે અત્યાર સુધીનો સૌથી મોટો IPO થશે લોન્ચ. આ IPO બીજો કોઈ નહીં પરંતુ JIOનો હશે. થોડીવાર માટે તો તમને ઝટકો લાગશે. પરંતુ આ સત્ય છે. હવે મુકેશ અંબાણીની કંપની JIO પણ IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. હિંદુ બિઝનેસ લાઇનના અહેવાલ મુજબ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી RILની આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન આ અંગે જાહેરાત
11:00 AM Apr 29, 2022 IST | Vipul Pandya

આજે જે લોકો IPOમાં રોકાણ કરી રહ્યા છે તેના માટે ખુબ જ મહત્વના સમાચાર
સામે આવ્યા છે. જી હા હવે અત્યાર સુધીનો સૌથી મોટો
IPO થશે લોન્ચ. આ
IPO બીજો કોઈ નહીં પરંતુ JIOનો હશે.
થોડીવાર માટે તો તમને ઝટકો લાગશે. પરંતુ આ સત્ય છે. હવે મુકેશ અંબાણીની કંપની
JIO
પણ IPO લાવવાની
તૈયારી કરી રહ્યું છે.
હિંદુ બિઝનેસ લાઇનના અહેવાલ મુજબ ઉદ્યોગપતિ
મુકેશ અંબાણી
RILની આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM)
દરમિયાન
આ અંગે જાહેરાત કરી શકે છે. અંબાણીની યોજનામાં તેમની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો
પ્લેટફોર્મ્સ અને
RILની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ
લિમિટેડ માટે અલગ
IPOનો સમાવેશ કરવામાં આવશે. આ બંને
કંપનીઓના
IPO દ્વારા અંબાણી રૂ. 50,000 કરોડથી રૂ. 75,000 કરોડની વચ્ચે મોટી રકમ એકત્ર કરવા
માગે છે. આ
IPO પછી આ બંને કંપનીઓ શેરબજારમાં લિસ્ટ
થશે.

મળતી માહિતી મુજબ ભારતમાં લિસ્ટિંગ
સાથે બંને કંપનીઓનું ગ્લોબલ લિસ્ટિંગ પણ થઈ શકે છે. રિલાયન્સ જિયો યુએસમાં નાસ્ડેક
પ્લેટફોર્મ પર પણ લિસ્ટ થઈ શકે છે.
Nasdaq ટેક
કંપનીઓ માટે વિશ્વનું સૌથી મોટું માર્કેટપ્લેસ છે. સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ
રિટેલનો
IPO
ડિસેમ્બર
2022
સુધીમાં લોન્ચ થશે. આ પછી રિલાયન્સ જિયોનો
IPO લોન્ચ થશે. તમને જણાવી દઈએ કે 2020માં રિલાયન્સ જિયોએ ફેસબુક અને ગૂગલ
સહિત
13
રોકાણકારોને
33
ટકા હિસ્સો વેચ્યો હતો.ઉલ્લેખનિય છે કે

IPO
ભારતમાં અત્યાર સુધીનો સૌથી મોટો
IPO હશે. અત્યારે LICનો
IPO
સૌથી
મોટો માનવામાં આવે છે. આ
IPO 21 હજાર
કરોડનો છે.
LICના IPOનું
લોન્ચિંગ
4 મેના
રોજ થવાનું છે.

Tags :
GujaratFirstipoJioIPOLICMukeshAmbaniStockmarket
Next Article