Mundra Port Drugs Case : નાર્કો-ટેરરિઝમ સામે EDનો મોટો સકંજો, જુઓ video
Mundra Port Drugs Case : વર્ષ 2021 માં મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 21 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્તી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે એજન્સીએ દિલ્હીમાં હરપ્રીત તલવાર અને શમસુદ્દીન સહિત પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે.
Advertisement
Mundra Port Drugs Case : વર્ષ 2021 માં મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલા 21 હજાર કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્તી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે એજન્સીએ દિલ્હીમાં હરપ્રીત તલવાર અને શમસુદ્દીન સહિત પાંચ સ્થળોએ દરોડા પાડ્યા છે. તપાસમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે ડ્રગ્સના વેચાણમાંથી મળેલી રકમનો ઉપયોગ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ને ફંડિંગ આપવા માટે કરવામાં આવતો હતો. આરોપીઓ દ્વારા આ ગેરકાયદેસર ડ્રગ્સની કમાણીને તેમના નાઈટક્લબ વ્યવસાયમાં રોકાણ કરીને મની લોન્ડરિંગના માધ્યમથી સફેદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું એજન્સીનું માનવું છે. જુઓ video...

