Bharuch માં ગટર ઓવરફ્લો થતા નગરપાલિકાની ખૂલી પોલ
ભરૂચ નગરપાલિકાના વરસાદી કાંસ સફાઈની પોલ ખુલી જવા પામી છે. કશક વિસ્તારમાં ગટર ઓવરફ્લો થતા ગંદુ પાણી રોડ ઉપર ફરી વળતા રાહદારીઓને ભારે હાલાકી પડી હતી.
05:00 PM May 27, 2025 IST
|
Vishal Khamar
ભરૂચ નગરપાલિકાની વરસાદી કાંસ સફાઈની પ્રથમ વરસાદમાં જ પોલ ખુલી જવા પામી હતી. ભરૂચના કશક વિસ્તારમાં ગટર ઓવર ફ્લો તથા ગટરના ગંદા પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા. ગટરના અત્યંત દુર્ગંધવાળા પાણી રોડ ઉપર આવતા રાહદારીઓ અને વાહન ચાલોક સાથે વેપારીઓ પરેશાન થયા હતા. વરસાદી કાંસોની સફાઈમાં વેઠ ઉતારવામાં આવી હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સર્જાયા હતા. ભરૂચના કશક વિસ્તારમાં ગટરનું પાણી જાહેર માર્ગો આવતા જળબંબાકારની સ્થિતિ સર્જાવા પામી હતી.
Next Article