વડોદરામાં નજીવી બાબતમાં યુવતીની હત્યા, પાડોશમાં રહેતા પરિવારે જ ચાકુ વડે હુમલો કર્યો
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. જાણે કે અપરાધીઓને પોલીસનો કે કાયદાનો કશો ડર ના હોય તેમ ગુનાખોરીમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને દર બીજા કે ત્રીજા દિવસે રાજ્યમાં જાહેરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. હજુ તો બે દિવસ પહેલા ઉપલેટામાં યુવક યુવતીની જાહેરમાં હત્યા થઇ હતી. તેવામાં શુક્રવારે વડોદરા શહેરમાં પણ એક યુવતીની હત્યા કરà
05:20 PM Apr 22, 2022 IST
|
Vipul Pandya
રાજ્યમાં છેલ્લા થોડા સમયથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવું લાગી રહ્યું છે. જાણે કે અપરાધીઓને પોલીસનો કે કાયદાનો કશો ડર ના હોય તેમ ગુનાખોરીમાં વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને દર બીજા કે ત્રીજા દિવસે રાજ્યમાં જાહેરમાં હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. હજુ તો બે દિવસ પહેલા ઉપલેટામાં યુવક યુવતીની જાહેરમાં હત્યા થઇ હતી. તેવામાં શુક્રવારે વડોદરા શહેરમાં પણ એક યુવતીની હત્યા કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં મહિલા પોલીસ મથકની સામે જ મહિલાની હત્યાનો બનાવ બન્યો છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં ધોળે દિવસે 25 વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવી છે. સાવ નજીવી બાબતમાં એક જ પરિવારના કેટલાક લોકોએ મળીને યુવતી પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતિ પ્રમાણે વડોદરા મહિલા પોલીસ સ્ટેશનની સામે રહેતી 25 વર્ષીય મિનાજબાનું મણિયાર નામની યુવતીની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પાડોશમાં રહેતા પરિવાર દ્વારા જ હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું છે. યુવતીના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે તેનાથી પાડોશી પર પાણી પડી ગયું હતું. ત્યારબાદ આ નજીવા ઝઘડામાં પાડોશીઓએ યુવતી પર હુમલો કર્યો હતો. પાડોશમાં રહેતા પરિવારના લોકો યુવતી પર તૂટી પડ્યા. બે મહિલાઓએ યુવતીના હાથ પકડ્યા અને અન્ય મહિલાએ તેને ચાકુના ઘા માર્યા.
યુવતીને આગળ તેમજ પાછળ એમ બંને તરફ ચાકુ મારવામાં આવ્યું છે. હુમલા બાદ ગંભીર રીતે ઘાયલ યુવતીને એસએસજી હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જો કે તે બચી નહોતી શકી. યુવતીના પરિવારના સભ્યોએ પાડશમાં રહેતા પરિવારના નામ સહિત હત્યારાઓની ઓળખ પણ આપી છે. જો કે યુવતીની હત્યા કરનારા લોકો અત્યારે ફરીર છે. સમગ્ર મામલે પોલીસ એક્ટિવ થઇ છે અને તાપસ હાથ ધરી છે.
Next Article