Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મારા નિવેદનોને તોડીમરોડીને રજુ કરવામાં આવે છે : કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ (Nitin Gadkari) તેમના નિવેદનોને તોડીમરોડીને રજુ કરનારા વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રીએ (Union Minister) કહ્યું કે, રાજકિય લાભ મેળવવા માટે મનઘડત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.ગડકરીને સંસદીય બોર્ડમાંથી હટાવ્યા બાદ તેમના કેટલાક નિવેદનોને લઈને એવું દર્શાવવામાં આવી રહ્યું હતું કે, તેમને સરકાર અને પાર્ટી સાથે અણબનાવ ચાલી રહ્યો છે. આ તમામ અટકળો પર કેન્દ્à
મારા નિવેદનોને તોડીમરોડીને રજુ કરવામાં આવે છે    કેન્દ્રીય મંત્રી  નીતીન ગડકરી
Advertisement
કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ (Nitin Gadkari) તેમના નિવેદનોને તોડીમરોડીને રજુ કરનારા વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રીએ (Union Minister) કહ્યું કે, રાજકિય લાભ મેળવવા માટે મનઘડત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
ગડકરીને સંસદીય બોર્ડમાંથી હટાવ્યા બાદ તેમના કેટલાક નિવેદનોને લઈને એવું દર્શાવવામાં આવી રહ્યું હતું કે, તેમને સરકાર અને પાર્ટી સાથે અણબનાવ ચાલી રહ્યો છે. આ તમામ અટકળો પર કેન્દ્રીય મંત્રીએ પૂર્ણ વિરામ લગાવી દીધો છે. ગડકરીએ ટ્વીટ કરીને અટકળોવાળા સમાચારોને લઈને સંકેત આપ્યો કે તેઓ ખોટી અને મનઘડત વિગતો ફેલાવનારા સામે સરકાર અને પાર્ટીના વ્યાપક હિતમાં કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
તેમણે ટ્વીટ (Tweet) કરીને લખ્યું કે, આજે ફરી એકવાર મુખ્ય પ્રવાહની મીડિયા, સોશિયલ મીડિયા અને કેટલાક વર્ગો ખાસ કરીને જે મારા વિરૂદ્ધ ખોટું અને મનઘડત અભિયાન ચલાવવાનો પ્રયાસ કર્યો, કોઈ પણ સંદર્ભ વિના મારા જાહેર કાર્યક્રમોમાં આપવામાં આવેલા ભાષણોને તોડીમરોડીને રજુ કરવામાં આવ્યું. તેમણે ટ્વીટમાં પોતાના એક કાર્યક્રમના ભાષણના વીડિયોની લિંક શેર કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણીના સ્વરમાં કહ્યું કે, આવી મજાક શરૂ રહેશે તો તેઓ સરકાર, પાર્ટી અને લાખો મહેનતુ કાર્યકર્તાઓના વ્યાપક હિતમાં આવા તત્વો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં સંકોચ નહી રાખે. સાથે જ ગડકરીએ આ ટ્વીટમાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા અને PMOને પણ ટેગ કર્યું છે.
ગડકરીના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આપવામાં આવેલા નિવેદનને લઈને આપ (AAP) નેતા સંજયસિંહે (Sanjay singh) એક વીડિયો શેર  કર્યો હતો. જેમાં તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, ગડકરી એવું શા માટે કરી રહ્યાં છે. જે પછી તેમણે ગુરૂવારે સવારે ટ્વીટ કર્યું કે, ભાજપમાં (BJP) ઘણી ગરબડ ચાલી રહી છે.
ગડકરીની આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે  મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ આઉટ ઓફ ટર્ન અને બેબાક ટિપ્પણી કરવા માટેની પ્રવૃત્તિના લીધે ભાજપના સંસદીય બોર્ડમાંથી હટાવવામાં આવ્યા. જેના પર ગડકરીએ પોતાની ટ્વીટમાં કહ્યું કે, તેઓ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આપવામાં આવેલા પોતાના ઓરિજનલ ભાષણની લીંક શેર કરી રહ્યાં છે, જેથી સ્થિતિ અને પુરી વાત સ્પષ્ટ થઈ શકે.

Advertisement
Tags :
Advertisement

.

×