Rajkot : રાજકુમાર જાટના કેસમાં મોટો વળાંક, ઓડિયો ક્લિપ ફેક હોવાનો મૃતકના પિતાનો દાવો
અધૂરી ઓડીઓ ક્લિપ વાયરલ થઈ તો મૃતકના પિતાનો આ ઓડીઓ ફેક હોવાનો દાવો કર્યો SP અને મૃતકના પિતા વચ્ચે વાયરલ થયેલા ઓડીઓ ક્લિપમાં પણ આ અંગે ઉલ્લેખ ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનો પડકાર ફેંકતા ફરી રહસ્ય સર્જાયું છે રાજકોટમાં...
01:57 PM Mar 17, 2025 IST
|
SANJAY
- અધૂરી ઓડીઓ ક્લિપ વાયરલ થઈ તો મૃતકના પિતાનો આ ઓડીઓ ફેક હોવાનો દાવો કર્યો
- SP અને મૃતકના પિતા વચ્ચે વાયરલ થયેલા ઓડીઓ ક્લિપમાં પણ આ અંગે ઉલ્લેખ
- ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનો પડકાર ફેંકતા ફરી રહસ્ય સર્જાયું છે
રાજકોટમાં રાજકુમાર જાટની મોતના મામલે માહોલ ગરમાયો છે. જેમાં સમગ્ર મામલે અધૂરી ઓડીઓ ક્લિપ વાયરલ થઈ તો મૃતકના પિતાનો આ ઓડીઓ ફેક હોવાનો દાવો કર્યો છે. જોકે મૃતકના પિતા દ્વારા ગ્રાઉન્ડ ફ્લોરના CCTV જાહેર કરવાનો પડકાર ફેંકતા ફરી રહસ્ય સર્જાયું છે. જેમાં શું ગ્રાઉન્ડ ફ્લોરના CCTV માં કોઈ રહસ્ય છુપાયેલું છે. બીજી તરફ રાજકોટ રૂરલ પોલીસ પણ શંકાના દાયરામાં આવી છે. જે પોલીસ સમગ્ર મામલે તમામ CCTV જાહેર કર્યા તો શા માટે ગ્રાઉન્ડ ફ્લોરના પૂરા CCTV જાહેર નથી કરતી તે સવાલ લોકોમાં ઉભો થઇ રહ્યો છે.
Next Article