Nana Patekar Death News : નાના પાટેકરે દુનિયાને કહ્યું અલવિદા, પુત્ર મલ્હારે કરી નિધનના સમાચારની પુષ્ટિ
Nana Patekar Death News : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન થયું છે. ગોવાના ડોના પાઉલા સ્થિત નિવાસસ્થાને તેઓ અચાનક બેભાન મળી આવ્યા હતા. કાર્ડિયાક અરેસ્ટની આશંકા વચ્ચે તેમને મણિપાલ હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ડોક્ટરોએ 45 મિનિટ સુધી બચાવવાના પ્રયાસો કર્યા. જોકે સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કરાયા. પુત્ર મલ્હારે નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. ફિલ્મજગતમાં શોકની લાગણી ફેલાઈ છે.
Advertisement
Nana Patekar Death News : બોલિવૂડ અને મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા નાના પાટેકરનું (Nana Patekar) 75 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે સવારે ગોવાના ડોના પાઉલા વિસ્તારમાં આવેલા તેમના નિવાસસ્થાને અચાનક તબિયત લથડતાં તેઓ બેભાન થઈ ગયા હતા.

