વડાપ્રધાને દિયોદરમાં બનાસ ડેરી પ્લાન્ટનું કર્યુ લોકાર્પણ, કહ્યું - આત્મનિર્ભર ભારત અભિયાનનો અહીં પ્રત્યક્ષ અનુભવ થયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. જે દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગઇ કાલે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. જે દેશનું આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. ત્યારબાદ આજે એટલે કે બુધવારે સવારે નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે બનાસ ડેરીના નવનિર્મિત પ્લાન્à
05:56 AM Apr 19, 2022 IST
|
Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. જે દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગઇ કાલે અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. જે દેશનું આ પ્રકારનું પ્રથમ કેન્દ્ર છે. ત્યારબાદ આજે એટલે કે બુધવારે સવારે નરેન્દ્ર મોદી બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે બનાસ ડેરીના નવનિર્મિત પ્લાન્ટનું લોકાર્પણ તથા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ છે.
જે માટે તેઓ દિયોદર ખાતે પહોંચ્યા છે. જ્યાં પહોંચીને તેમણે શંકર ચૌધરી સાથે બનાસ ડેરીના નવા પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ હતું. નરેન્દ્ર મોદીનું ત્યાં વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ડેરીમાં કામ કરતી મહિલાઓ દ્વારા ઓવારણા લીધા હતા. સાથે જ વડાપ્રધાનને વિશેષ ભેટ પણ આપી હતી. ત્યારબાદ વડાપ્રધાને પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટનું ઇ લોકાર્પણ કર્યુ હતું. આ દુનિયાનો પહેલો સહકારી પોટેટો પ્રોસેસિંગ પ્લાન્ટ છે. જેમાં આલુ ટીક્કી, ફ્રેન્ચ ફરાઈઝ, બર્ગર સહિત 4 વસ્તુઓ બનશે.
આ સિવાય વડાપ્રધાને બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાઉડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ - પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન દામા (ડીસા)નું પણ ઇ-લોકાર્પણ કર્યુ હતું. આ સિવાય 4 ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નું ઇ ખાતમૂહર્ત પણ કર્યુ હતું. જેની સાથે જ બનાસ ડેરીની વિકાસગાથા વર્ણવતી કોફી ટેબલ બૂકનું પણ નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
PM મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરતા સ્થાનિક જનતાને કહ્યું નમસ્તે, બધા મજામા? તમારી ક્ષમા માંગીને મારે થોડું હિંદીમાં બોલવું પડશે. કારણ કે આ મીડિયાના મિત્રોની વિનંતી હતી. હવે બાબા બન્યા છીએ તો હિંદી તો બોલવું પડશે ને. મા નરેશ્વરી અને મા અંબાજીની આ પાવન ધરતીને શત શત નમન કરું છુ. કદાચ જીવનમાં પહેલી વખત આવો અવસર આવ્યો હશે કે, એક સાથે બે લાખ માતાઓ અને બહેનો આશિર્વાદ આપવા આવી છે. જ્યારે તમે ઓવારણા લીધા ત્યારે હું મારા મનને રોકી નહોતો શકતો. આ આશિર્વાદ મારા માટે અનમોલ છે. હું બનાસની તમામ માતાઓ બહેનોને આદર પૂર્વક નમન કરું છુ. છેલ્લા બે કલાકમાં હું અહીં ઘણી જગ્યાએ ગયો છું, સરકારી યોજનાની લાભાર્થી ઘણી મહિલાઓ સાથે વાત કરી છે. આ પ્લાન્ટની વિઝિટ પણ કરી છે. આ દરમિયાન મેં જોયું તેનાથી હું પ્રભાવિત છું. ભારતમાં ગામડાની અર્થવ્યવસ્થાને અને માતાઓ બહેનોના સશક્તિકરણને કઇ રીતે બળ આપી શકાય. સરકાર કઇ રીતે આત્મનિર્ભર ભારત અભિયાનને તાકાત આપે છે તે બધાનો અહીં પ્રત્યક્ષ અનુભવ થાય છે. કેટલાક મહિના પહેલા મને વારાણસીમાં બનાસ કાશી સંકુલના શિલાન્યાસનો અવસર મળ્યો હતો. હું બનાસ ડેરીનો આભાર માનું છું કે કાશીના મારા ક્ષેત્રમાં આવીને પણ ત્યાંના ખેડૂતોની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે. હું કાશીના સાસંદના નાતે તમારો ઋણી છું. હું વિશેષ રુપે બનાસ ડેરીનો આભાર માનું છું.
વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું, આજે અહીં બનાસ ડેરી સંકુલના લોકાર્પણ કાર્યક્રમનો ભાગ બનીને મારી ખુશી અનેક ગણી વધી ગઇ છે. આજે અહીં જે પણ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે તે ભવિષ્ય નિર્માણના ઉત્તમ ઉદાહરણ છે. બનાસ ડેરી સંકુલ ચીઝ અને વ્હે પ્લાન્ટ વગેરે ડેરી સેક્ટર માટે તો મહત્વપૂર્ણ છે જ પરંતુ બનાસ ડેરીએ તો એ પણ સિદ્ધ કર્યુ છે કે સ્થાનિક ખેડૂતોની આવક વધારવા માટે બીજી સંસાધનોનો પણ ઉપયોગ કરી શકાય. બટાટા અને દૂધને શું લેવાદેવા? પરંતુ બનાસ ડેરીએ આ સંબંધ પણ જોડ્યો. દૂધ, છાશ, દહીં, પનીર, ચીઝ, આઇસક્રીમની સાથે જ આલુ ટિક્કી, આલુ વેજ, ફ્રેન્ચ ફ્રાઇઝ જેવા ઉત્પાદનોને પણ બનાસ ડેરીએ ખેડૂતોનું સામાર્થ્ય બનાવ્યું છે. આ ભારતના લોકલને ગ્લોબલ બનાવવાની દિશામાં એક સારુ પગલું છે.
બનાસકાંઠા જેવા ઓછા વરસાદવાળા જિલ્લાની તાકાત કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને અહીંના બટાટા વડે કઇ રીતે ખેડૂતોની કિસ્મત બદલી શકાય છે તે મોડેલ આજે બનાસકાંઠામાં આપણે જોઇ શકીએ છીએ. બનાસ ડેરી તો ખેડૂતોને બટાટાનું સારું બિયારણ પણ પુરું પાડે છે અને તેનો સારો ભાવ પણ આપે છે. બટાટા ખેડૂતો માટે કરોડો રુપિયાની કમાણીનું એક સાધન બની ગયું છે. જે માત્ર બટાટા સુધી સિમિત નથી. મે સતત સ્વીટ રિવોલ્યુનની વાત કરી છે. મધ વડે ખેડૂતોને વધારાની કમાણી થાય તેનું આહ્વાન કર્યું છે. જેને પણ બનાસ ડેરીએ પૂરી ગંભીરતાથી અપનાવ્યું છે. મને એ જાણીને પણ સારું લાગ્યું કે બનાસકાંઠાની વધુ એક તાકાત અહીંની મગફળી અને સરસોને લઇને પણ ડેરીએ યોજના બનાવી છે. બનાસ ડેરી તેલ સંયત્ર પણ લગાવી રહી છે.
આજે અહીંયા બાયો સીનેજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યુ છે અને ચાર ગોબરગેસ પ્લાન્ટનો શિલાન્યાસ થયો છે. આવા અનેક પ્લાન્ટ બનાસ ડેરી દેશભરમાં લગાવવા જઇ રહી છે. કચરામાંથી કંચન કરવાના સરકારના અભિયાનને તેનાથી મદદ મળશે. ગોબરધનના માધ્યમથી એક સાથે અનેક લક્ષ્ય હાંસલ થઇ રહ્યા છે. સ્વચ્છતા, પશુપાલકોની કમાણી, બાયો સીએનજી, જૈવિક ખાતર વગેરેનો તેમાં સામાવેશ થાય છે.
આ પ્રકારના પ્રયાસ જ્યારે દેશભરમાં પહોંચશે. ત્યારે દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત થશે. ગુજરાત આજે સફળતા અને વિકાસની જે ઉંચાઇ પર છે તે દરેક ગુજરાતીને ગર્વથી ભરી દે છે. જેનો અનુભવ મેં કાલે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કર્યો છે.
ગુજરાતના બાળકોના ભવિષ્યને બનાવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર તાકાત બની રહ્યું છે. આ કેન્દ્ર દુનિયા માટે એક અજાયબી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ટેકનોલોજીનો નાયાબ ઉપયોગ કરાયો છે. મારે પહેલા એક કલાક માટે જ ત્યાં જવાનું હતું, પરંતુ ત્યાં બધું જોવા અને જાણવામાં બે કલાક થઇ ગયા. આ કેન્દ્ર ગુજરાતના 54 હજાર કરતા વધારે શાળાઓમાંથી સાડા ચાર લાખ કરતા વધારે શિક્ષક અને દોઢ કરોડ વિદ્યાર્થીઓની ઉર્જાનું કેન્દ્ર છે.
આ કેન્દ્રના કારણે શાળાઓમાં બાળકોની હાજરી 26 ટકા વધી છે. આ આધુનિક કેન્દ્ર દેશમાં પણ ક્રાંતિ લાવી શકે છે. વિવિધ રાજ્યોના સંબધિત મંત્રાલયો પણ ગાંધીનગર આવીને તેનું નિરીક્ષણ કરે.
મને લાગે છે કે હવે મારે તમારી સાથે આપણા બનાસના મૂડમાં વાત કરવી જોઇએ. સૌથી હેલા તો બનાસ ડેરી સાથે જોડાઇને બનાસની ધરતીમાં આવું ત્યારે આદરપૂર્વક મારું પહેલું માથું નમે છે મુરબ્બી શ્રી ગલબા કાકા માટે. 60 વર્ષ પહેલા ખેડૂના દીકરા ગલબા કાકાએ જે સપનું જોયું તે આજે વિરાટ વટવૃક્ષ બન્યું છે. માટે સૌથી પહેલા ગલબા કાકાને નમન. બીજા નમન મારી બનાસકાંઠાની માતાઓ અને બહેનોની. મેં જોયું છે કે મારી બનાસકાંઠાની બહેનો ઘરમાં જેમ સંતાનને સાચવે તેમ પશુઓને સાચવે છે. એક રાત માટે ઘર અને પશુઓને છોડીને બહાર જવાનું થાય તો મારી બનાસની બહેનો સગા વ્હાલામાં લગન છોડી દે પણ પશુઓને એકલા ના છોડે. આ ત્યાગ અને તપ છે. આ માતાઓ અને બહેનોની તપસ્યાનું જ પરિણામ છે કે આજે બનાસ ડેરી ફલી-ફુલી છે. માટે મારા બીજા નમન મારી આ બનાસકાંઠાની માતાઓ બહેનોના ચરણોમાં.
કોરોના મહામારીમાં પણ બનાસ ડેરીએ એક મહત્વનું કામ કર્યુ. ગલબા કાકાના નામ પર મેડિકલ કોલેજ કરી. આ મારી બનાસ ડેરી બટાટાની ચિંતા કરે, દૂધની ચિંત કરે, પશુઓની ચિંતા કરે, છાણની ચિંતા કરે, મધની ચિંતા કરે, ઉર્જા કેન્દ્ર ચલાવે અને હવે બાળકોના શિક્ષણની પણ ચિંતા કરે છે. બનાસ ડેરી આખા બનાસકાંઠાના ભવિષ્યનું ગતિશીલ કેન્દ્ર બન્યું છે. જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારેય બનાસ ડેરી માટે ખડે પગે ઉભો રહેતો હતો અને તમે મને દિલ્હી મોકલ્યો છતા મેં તમને નથી છોડ્યા. તમારા સુખ દુ:ખમાં ઉભો રહ્યો છું.
Next Article