Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે ટેલિફોનિક વાત કરી, યુક્રેન સહિત અનેક મુદ્દે ચર્ચા

બ્રિટનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન બોરસ જોનસન સાથે મંગળવારે રાત્રે ટેલિફોનિક વાતચીત કરી છે. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી છે. પીએમઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધનો અંત લાવવા અને સંવાદ અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની ભારતની અપીલનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સાથે જ આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ રાજ્યોની પ્રાદેશિક અખંડિતતા
નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે ટેલિફોનિક વાત કરી  યુક્રેન સહિત અનેક મુદ્દે ચર્ચા
Advertisement
બ્રિટનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન બોરસ જોનસન સાથે મંગળવારે રાત્રે ટેલિફોનિક વાતચીત કરી છે. બંને નેતાઓએ યુક્રેનની સ્થિતિ પર વિગતવાર ચર્ચા કરી છે. પીએમઓએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુદ્ધનો અંત લાવવા અને સંવાદ અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની ભારતની અપીલનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સાથે જ આંતરરાષ્ટ્રીય કાયદા અને તમામ રાજ્યોની પ્રાદેશિક અખંડિતતામાં ભારતના વિશ્વાસ પર પણ ભાર મૂક્યો હતો.
જોનસનને ભારત આવવા આમંત્રણ
વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ પીએમ જોન્સનનું ભારતમાં વહેલામાં વહેલી તકે સ્વાગત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય હિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ગયા વર્ષે વર્ચ્યુઅલ સમિટ દરમિયાન અપનાવવામાં આવેલા 'ભારત-યુકે રોડમેપ 2030'ના અમલીકરણમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરી હતી.

વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવાની સંભાવના
વેપાર, ટેક્નોલોજી, રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા તથા લોકો વચ્ચેના સંબંધો સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકારને વધુ ગાઢ બનાવવાની સંભાવના પર પણ સંમત થયા હતા. વડાપ્રધાન મોદીએ દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર ઉપર ચાલી રહેલી વાતચીતમાં સકારાત્મક ગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગયા વર્ષે બંને નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ સમિટ દરમિયાન અપનાવવામાં આવેલા ‘ભારત-યુકે રોડમેપ 2030’ના અમલીકરણમાં થયેલી પ્રગતિની પણ પ્રશંસા કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×