Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નરેન્દ્ર મોદીની ડેન્માર્કમાં આઇસલેન્ડ અને સ્વીડનના વડાપ્રધાન સાથે મુલાકાત, વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ડેન્માર્કમાં આઇસલેન્ડના વડાપ્રધાન કેટરીન જૈકોબ્સદોતિરને મળ્યા હતા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બુધવારે અહીં સ્વીડનના વડાપ્રધાન મૈગ્ડેલેના એન્ડરસન સાથે પણ મુલાકાત કરી હતી અને બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના ઉપાય અને બંને દેશોની ભાગીદારી અંગે ચર્ચા કરી હતી.Prime Minister @narendramodi held talks with PM @katrinjak of Iceland. They discussed boosting ties in a
નરેન્દ્ર મોદીની ડેન્માર્કમાં આઇસલેન્ડ અને સ્વીડનના વડાપ્રધાન સાથે મુલાકાત  વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઇ
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ડેન્માર્કમાં આઇસલેન્ડના વડાપ્રધાન કેટરીન જૈકોબ્સદોતિરને મળ્યા હતા અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ બુધવારે અહીં સ્વીડનના વડાપ્રધાન મૈગ્ડેલેના એન્ડરસન સાથે પણ મુલાકાત કરી હતી અને બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના ઉપાય અને બંને દેશોની ભાગીદારી અંગે ચર્ચા કરી હતી.

આઈસલેન્ડના વડાપ્રધાન સાથે ચર્ચા
ત્રણ યુરોપિયન દેશોના પ્રવાસના બીજા તબક્કામાં મંગળવારે બર્લિનથી ડેન્માર્ક પહોંચેલા મોદી આઇસલેન્ડના વડાપ્રધાન જૈકોબ્સદોતિરનો મળ્યા હતા. જે અંગે વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કર્યું અને જાણકારી આપી કે 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઇસલેન્ડના વડા પ્રધાન કેટરિન જૈકોબ્સદોતિર સાથે મુલાકાત કરી. તેમણે વેપાર, ઉર્જા, મત્સ્યઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં સંબંધો વધારવા અંગે ચર્ચા કરી.
Advertisement

સ્વીડનના વડાપ્રધાન સાથે કયા મુદ્દાઓ પર ચર્ચા કરી?
વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું કે 'સ્વીડન સાથેના સંબંધોને વધુ મજબૂત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્વીડનના વડાપ્રધાન મૈગ્ડેલેના એન્ડરસને ભારત-સ્વીડન મિત્રતામાં વધુ વિવિધતા લાવવા પર વિસ્તૃત વાતચીત કરી.' 
કાર્યક્રમ બાદ પેરિસ જશે
નરેન્દ્ર મોદી ડેન્માર્ક, આઇસલેન્ડ, ફિનલેન્ડ, સ્વીડન અને નોર્વેના વડાપ્રધાનો સાથે બીજી ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે. જ્યાં તેઓ 2018માં પ્રથમ ભારત-નોર્ડિક સમિટ પછી સહકારની સમીક્ષા કરશે. મોદીએ તેમના કાર્યક્રમોની શરૂઆત પહેલા ટ્વીટ કર્યું હતું, "આજની કાર્યસૂચિમાં ભારત-નોર્ડિક સમિટ અને નોર્ડિક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત સામેલ છે. ત્યારબાદ ફ્રાંસના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત માટે પેરિસ જઇશ."
વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ કહ્યું હતું કે ‘નોર્ડિક દેશો ભારત માટે સ્થિરતા, નવીનીકરણીય ઉર્જા, ડિજિટાઈઝેશન અને ઈનોવેશનમાં મહત્વપૂર્ણ ભાગીદારો છે." આ મુલાકાત નોર્ડિક પ્રદેશ સાથેના અમારા બહુપક્ષીય સહયોગને વધારવામાં મદદ કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વિટ કરીને કહ્યું કે 'ઇનોવેશન, ટેક્નોલોજી અને રોકાણ પર સ્થાપિત ભાગીદારી. વડાપ્રધાન મોદીએ સ્વીડનના વડાપ્રધાન મૈગ્ડેલેના એન્ડરસન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી. જોઈન્ટ એક્શન પ્લાનની પ્રગતિની સમીક્ષા કરી.’ ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીની 2018ની સ્વીડનની મુલાકાત દરમિયાન બંને પક્ષોએ એક વ્યાપક સંયુક્ત કાર્ય યોજના અપનાવી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×