ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

નર્મદાનું એક એવું મંદિર છે જ્યાં શિવરાત્રિ એ શિવ નહિ પરંતુ શક્તિની પૂજા કરવામાં આવે છે

આમતો શિવરાત્રીએ શિવની પુજા થતી હોયછે. પરંતુ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકા મા આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિ તની પુજા થાયછે .અહીંપાંડોરી માતા ના 5 દિવસ ચાલનારા મેળામા ગુજરાતસહીત ચાર રાજયો માંથી  લાખો આદિવાસી શ્રદ્ધાળુએા આવે છે અને બાઘા આખળી પુરી કરે છે.  શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહી નર્મદા જીલ્લામા મહાશિવરાત્રીની  થી શિવ નહીં પણ શક્તિ નીઆરાધના સમો પાંડà
04:45 PM Feb 17, 2023 IST | Vipul Pandya
આમતો શિવરાત્રીએ શિવની પુજા થતી હોયછે. પરંતુ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકા મા આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિ તની પુજા થાયછે .અહીંપાંડોરી માતા ના 5 દિવસ ચાલનારા મેળામા ગુજરાતસહીત ચાર રાજયો માંથી  લાખો આદિવાસી શ્રદ્ધાળુએા આવે છે અને બાઘા આખળી પુરી કરે છે.  શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહી નર્મદા જીલ્લામા મહાશિવરાત્રીની  થી શિવ નહીં પણ શક્તિ નીઆરાધના સમો પાંડà
આમતો શિવરાત્રીએ શિવની પુજા થતી હોયછે. પરંતુ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકા મા આવેલ દેવમોગરા ખાતે શિવ નહીં પણ શક્તિ તની પુજા થાયછે .અહીંપાંડોરી માતા ના 5 દિવસ ચાલનારા મેળામા ગુજરાતસહીત ચાર રાજયો માંથી  લાખો આદિવાસી શ્રદ્ધાળુએા આવે છે અને બાઘા આખળી પુરી કરે છે.  
શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહી નર્મદા જીલ્લામા મહાશિવરાત્રીની  થી શિવ નહીં પણ શક્તિ નીઆરાધના સમો પાંડોરી માતાનો ચાર દિવસનોમેળો ભરાય છે અનેઅહીંગુજરાત,મહારાષ્ટ્ર,મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી  આદીવાસીઓ આવે છે  અને કુળ દેવી પાંડોરી માતાને નમન કરે છે. બાઘા આખળીપુરી કરે છે .ઇ.સ.પુર્વે સન 1085 મા અહીં સાગબારાના રાજવી પરિવાર દ્રારા આ મંદિર બનાવી પુજન કર્યા બાદ આજ સુધી રાજવી પરીવાર દ્રારાજ અહીં શિવરાત્રીએપુજનકરાય છે. 
સન 1983થી વ્યવ્સ્થાના ભાગ રૂપે એક ટ્રસ્ટ બનાવાયુ છે .ભારત ભરમા આઠ ટકા વસ્તી આદિવાસી ની છે  તેમાંય ગુજરાતમા વસતા 15 ટકા તથાભારતભરના આદિવાસીએાની કુળદેવી  મા પાંડોરી હોવાથી પાંચ દિવસ ચાલનારા આ મેળામા આદીવાસીએા ની સંખ્યા અગણીત હોયછે  અને  સ્વયં શીસ્તમા માન નારાઆ લોકો 12 થી  48 કલાક લાઇન માઉભા  રહીને પણ માતાના દર્શનકરે છે નૈવેઘ મા આલોકો  નવા વાંસમાંથી બનાવેલી ટોપલીમા નવુ ઉગેલુ અનાજ બકરો,મરઘીઅને દેશી દારૂ સહિત જે માન્યતા માની હોય તે લઇને પરંપરાગત પુજન કરે છે  અને  પ્રસાદરૂપે મળેલ ચીજ ને બારેમાસ અનાજના કોઠારમા સાચવી રાખે છે 
અડગ શ્રધ્ધા ધરાવતા આદિવાસીએા માને છે  કે  ચોમાસા પછી તરતજ આવતા આ મેળામા ધન ધાન્ય કે  જે માનતા માની હોય તે ચીજ ચઢાવવાથી બારેમાસ સુખસમૃધ્ધી મળે છે  અને તેને કારણેજ દુરદુરથી આદિવાસીએા દર વર્ષે અહીં આવી માનતા પુરી કરે છે.નીત નવા વસ્ત્રાોનો શૃંગાર કરી મેળો મહાલે છે.અનાદિકાળનાપૌરાણીક જંગલમા રૂષીમુની સમા ઉભેલા વૃક્ષો વચ્ચે નીરવ શાંત વાતાવરણમા માં પાંડોરી બિરાજમાન છે આ પાંડોરી માતાને આદિવાસીએા મા મેરાલી,માતા યાહામોગીઅથવા યાહા મોગરાઇ માતાના નામ થી સંબોધે છે વર્ષો અગાઉ આ મંદિર સામાન્ય વાંસના ખપેડામાંથી બનાવેલા મકાન જેવુ હતુ.આજે અહીં લાખોના ખર્ચે નેપાળનાપશુપતિનાથની પ્રતિકૃતિ  સમાન મંદિર બનાવવામા આવ્યુ છે દેવમોગરા પાંડોરી માતા આદિવાસી સમાજના કુળદેવી હોય જેમની આસ્થા અને શ્રદ્ધા અનેરી છે અને આ દરપર મન્નત માંગેલ ભક્ત ની કોઈ મન્નત ખાલી નથી
પાંડવોના સમયથી આ મંદિર અહીં પ્રચલિત છે   ત્યારે એવી લોકવાયકા  પણ છે  કે  પાંડવોએ અહીં નિવાસ કરી આ માતાનુ પુજન શિવરાત્રએ કર્યૂ હતૂ અને તેથીજ આ માંપાંડોરી કહેવાય છે અને ત્યારથીજ દર વર્ષ મહા શીવરાત્રીથી 5 દિવસ નો  અહીં મેળો ભરાય ત્યારે અહીં આવતા ભક્તો પણ માઁના દર્શન કરી ધન્યતા અનુભવે છે 
આપણ  વાંચો -SMCના દરોડામાં પકડાયેલા 33 આરોપી જેલહવાલે, મોટા મગરમચ્છો કયારે પકડાશે ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DevmograDevoteesGujaratFirstNarmadaPandoriMataPowerworshipShivratriTribalWorshipofShiva
Next Article