Narmada water sharing: નર્મદા પાણી વહેંચણી અને વિસ્થાપન મુદ્દે મહત્વની કેબિનેટ બેઠકમાં ચર્ચા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં નર્મદા યોજનાના પાણીની વહેંચણી અને વિસ્થાપિતોના પુનર્વસનના કરારો અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના વિકાસ માટે જીવનદોરી સમાન ગણાતી આ નર્મદા પરિયોજનાના સંદર્ભમાં પડોશી રાજ્યો સાથેના કરારોની વર્તમાન સ્થિતિ વિશે મંત્રીમંડળને વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
Advertisement
Narmada water sharing: રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં નર્મદાના પાણીને લઈને મહત્વની ચર્ચા થઈ. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સાથે થયેલા આંતરરાજ્ય કરારોના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. પાણીની ફાળવણીની સુનિશ્ચિતતા અને સરદાર સરોવર પ્રોજેક્ટથી પ્રભાવિત વિસ્થાપિતોના પુનર્વસન અંગેના મુદ્દાઓ પર કેબિનેટમાં ગહન ચર્ચા થઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય પાણીના યોગ્ય વ્યવસ્થાપન અને રાજ્યના હિતોનું રક્ષણ કરવા માટેની આગામી રણનીતિ નક્કી કરવાનો હતો, જેથી તમામ હિતધારકો વચ્ચેના કરારોનું ચુસ્તપણે પાલન થઈ શકે. વધુ માહિતી માટે જુઓ આ સંપૂર્ણ આર્ટિકલ...

