અંબાજીમાં રાષ્ટ્રીય લેવલની આદિ શક્તિ ગેમ્સનું આયોજન, CM ના હસ્તે શરૂઆત થઈ હતી
Ambaji : અંબાજી ખાતે રાષ્ટ્રીય લેવલની આદિ શક્તિ ગેમ્સનું આયોજન થયું હતુ. 8 એપ્રિલના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કાર્યક્રમની શરૂઆત થયા બાદ આજે 10 એપ્રિલના રોજ સવારે જીએમડીસી ગ્રાઉન્ડ અંબાજી ખાતે ફાઇનલ મેચ યોજાઈ હતી. 28 રાજ્યોના 478 મહિલા ખેલાડીઓ કુલ 6 કેટેગરીમાં ટુર્નામેન્ટની ફાઇનલમાં 6 બ્રોન્ઝ અને 6 ગોલ્ડ મેડલ માટે વિજેતાઓના નામ આજે ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ જાહેર કરાયા હતા.દાંતા એએસપી સુમન નાલાના હસ્તે વિવિધ ખેલાડીઓને મેડલ ,સર્ટિફિકેટ અને ચેક અપાયા હતા.ત્રણ દિવસ ચાલનારા આ કાર્યક્રમમા 28 રાજ્યોની વિવિધ 478 મહિલા ખેલાડીઓ આવી હતી અને પોતાની કલાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું .
ફર્સ્ટ NTPC ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ મહિલા આર્ચરી ટુર્નામેન્ટ ની ફાઇનલ ગુરુવારે યોજાઈ હતી અને જેમાં 6 જેટલી અલગ અલગ કેટેગરી મા 6 બ્રોન્ઝ અને 6 ગોલ્ડ મેડલ વિજેતાઓને મોટા ઇનામ અપાયા હતા આ સિવાય અલગ અલગ ઉપ વિજેતાઓને પણ ઇનામ પેટે રકમ અપાઈ હતી. કુલ 41.52 લાખના રોકડ ઇનામો અપાયા હતા .આદિ શક્તિ કાર્યક્રમમાં 540 મહિલા ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ, જે પૈકી 478 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો,જેમાં 35 ઇન્ટરનેશનલ મહિલા ખિલાડીઓ પણ ભાગ લેવા અલગ અલગ રાજ્ય થી પહોંચ્યા હતા.ગુરુવારે સવારે ફાઇનલ મેચ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સવારે 9 કલાકે શરૂ હતી અને સાંજે ઇનામો અપાયા હતા.આદી શક્તિ ગેમ્સમા કુલ 6 કેટેગરી હતી.જેમાં 28 રાજ્યની અલગ અલગ પ્રતિભા ધરાવતી મહિલા ખેલાડીઓએ ભાગ લીધો છે.સિનિયર કમ્પાઉન્ડ, સિનિયર રિકર, જુનિયર કમ્પાઉન્ડ, જુનિયર રીકર, સબ જુનિયર કમ્પાઉન્ડ અને સબ જુનિયર રીકરને કેટેગરી પ્રમાણે મહિલા ખેલાડીઓ ભાગ લીધો હતો.જેમાં સમગ્ર દેશમાંથી 85 જેટલા અલગ અલગ કોચ પણ અહીં અંબાજી ખાતે આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમમાં એશિયા પેરા ઓલમ્પિક રમેલી ખેલાડી સહિત રાજસ્થાનની ઓલમ્પિક રમેલી ખેલાડી પણ ભાગ લેવા આવી હતી.