Navneet Baldhiya Case : રેન્જ IG ઓફિસ ખાતે ત્રણેય શખ્સોને હાજર કરાયા, દોઢ કલાક સુધી ચાલી સઘન પૂછપરછ
બગદાણાનાં શૈલેષ બારીયા, પ્રવીણ બાંભણિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે. બગદાણાના જ દિનેશ મકવાણાની પણ પૂછપરછ હાથ ધરાઈ છે.
Advertisement
ભાવનગરનાં બગદાણાનાં નવનીત બાલધિયાને માર મારવાનાં કેસમાં ભાવનગર SIT એ મોટી કાર્યવાહી કરી છે. બગદાણાનાં શૈલેષ બારીયા, પ્રવીણ બાંભણિયાની પૂછપરછ કરવામાં આવી રહી છે. બગદાણાના જ દિનેશ મકવાણાની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. ભાવનગર રેન્જ IG ઓફિસ ખાતે ત્રણેય શખ્સોને હાજર કરાયા હતા અને SIT એ દોઢ કલાક સુધી ત્રણેય લોકોના નિવેદનો નોંધ્યા હોવાની માહિતી છે. કેસના મૂળ સુધી પહોંચવા માટે SIT દ્વારા તપાસનો વ્યાપ વધારાયો છે. આગામી સમયમાં આ કેસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે..... જુઓ અહેવાલ....
Advertisement


