Navsari Parsi New Year : નવસારીમાં પારસી સમાજ દ્વારા નવરોઝ પર્વની ભવ્ય ઉજવણી
નવરોઝના આ પાવન પર્વે સવારથી જ અગિયારીઓમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.
Advertisement
નવસારીમાં પારસી સમાજ દ્વારા પરંપરાગત ઉત્સાહ, શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવરોઝના આ પાવન પર્વે સવારથી જ અગિયારીઓમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પારસી બિરાદરોએ અગિયારીમાં આતશ સમક્ષ વિશેષ પ્રાર્થના કરી પરિવાર અને દેશમાં શાંતિ તથા સમૃદ્ધિ માટે કામના કરી હતી. એકબીજાને ગળે મળી મુબારકબાદી પાઠવી હતી તેમજ ઘરોમાં વિશેષ વાનગીઓ સાથે ઉત્સવ ઉજવાયો હતો. દૂધમાં સાકર ભળે તેમ ગુજરાતની સંસ્કૃતિમાં ભળી ગયેલા પારસી સમાજનું નવસારી સાથે ખૂબ જ ઊંડું અને ઐતિહાસિક જોડાણ રહ્યું છે. ગતરોજ પતેતી બાદ આજે પારસી નવા વર્ષ એટલે કે નવરોઝ નિમિત્તે નવસારીમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો............જુઓ અહેવાલ.....

